<font face="mangal" size="3">નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., બહરાઈચ, ઉત્તર પ - આરબીઆઈ - Reserve Bank of India
નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., બહરાઈચ, ઉત્તર પ્રદેશ પર દંડ લગાવાયો
૭ ઓગસ્ટ ૨૦૧૮ નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિ., બહરાઈચ, ઉત્તર પ્રદેશ પર દંડ લગાવાયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ(૧)(સી) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને રોકાણોના એચટીએમ / એએફએસ / એચએફટી શ્રેણીઓમાં વર્ગીકરણ, સમવર્તી (કોન્કરંટ) ઓડીટ વ્યવસ્થા, આંતર-બેંક એકંદર એક્ષ્પોઝર તથા કાઉંટર પાર્ટી મર્યાદા પરના દૂરદર્શી (પ્રુડેન્શિયલ) ધોરણો તથા તમારા ગ્રાહક ને જાણો (કેવાયસી) ધોરણો પરની આરબીઆઈની સૂચનાઓ / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન બદલ નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિ.,બહરાઈચ, ઉત્તર પ્રદેશ પર ₹ ૨,૫૦,૦૦૦/- (બે લાખ અને પચાસ હજાર રૂપિયા માત્ર) નો નાણાંકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને કારણ બતાવો નોટીસ જારી કરી હતી જેના પ્રતિભાવ માં બેંકે લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો. આ વિષયના તથ્યો પર વિચારણા કર્યા પછી રિઝર્વ બેન્ક એ નિષ્કર્ષ પર આવી છે કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લગાવવાની આવશ્યકતા છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/339 |