<font face="mangal" size="3">NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસ - આરબીઆઈ - Reserve Bank of India
NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18
તારીખ: 25 સપ્ટેમ્બર 2017 NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18 નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) તમામ શાળાઓના વર્ગ VI થી XII ના વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT 2017-18) માં સહ્ભાગીતા માટે આમંત્રણ આપે છે. એનસીએફઈ (NCFE) એ નેશનલ સ્ટેટ્રેજી ફોર ફાઈનાન્સીયલ એજ્યુકેશન ના અમલ માટે નાણાક્ષેત્રના તમામ નિયામકો જેવાકે ભારતીય રીઝર્વ બેંક (RBI), સીક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI), ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (IRDAI) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) ની સંયુક્ત પહેલ છે અને હાલ એનઆઈએસએમ (NISM) માં સંવર્ધન પામી રહી છે. NCFE-NFLAT 2017-18 વિષે : આ કસોટી ત્રણ શ્રેણી માં ઉપલબ્ધ છે એટલે કે NFLAT જુનીયર (કક્ષા 6 થી 8), NFLAT (કક્ષા 9 અને 10) અને NFLAT સીનીયર (વર્ગ 11 અને 12). IT અંગે ની પર્યાપ્ત સુવિધાઓ ધરાવતી શાળાઓ તેમના પોતાના મકાનમાં પરીક્ષા યોજી શકાશે. આ પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં લેવામાં આવશે. તમામ ત્રણ શ્રેણીઓ માટે નોંધણી (રજીસ્ટેશન) ખુલ્લી છે. શાળાઓને તેમની ઓનલાઈન નોંધણી માટે પ્રોસ્તાહિત કરવામાં આવે છે. શાળાની નોંધણી પછી, સંબંધિત શાળાઓએ વિદ્યાર્થીઓની નોંધણી કરવાની રહેશે. પ્રત્યેક શાળાએ તેના પોતાના વિદ્યાર્થીઓ માટે કસોટી નું નિરિક્ષણ કરવું પડશે અને પરીક્ષા માટે જરૂરી હોય તેવી કોઇપણ પ્રકારની સહાયતા NCFE ની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવશે. કસોટી નો કોઇપણ પ્રકાર નો ચાર્જ/ ફી નથી. શાળાઓ નીચેની Link અનુસરીને તેમનું રજીસ્ટ્રેશન (એનરોલમેન્ટ) કરી શકશે-http://www.ncfeindia.org/nflat અગત્યની તારીખો
પુરસ્કારો/ ઇનામો: આ પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને એક પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને શાળાઓ બંને માટે કેટલાક આકર્ષક ઇનામો પણ છે જેવાકે રોકડ પુરસ્કારો, લેપટોપ, ટેબલેટ / કિન્ડલ્સ, મેડલ વગેરે. વિસ્તૃત માહિતી માટે કૃપયા http://www.ncfeindia.org/nflat ની મુલાકાત લો. તમામ શાળાઓને આ તક નો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વધુ માહિતી નીચેના સ્થળેથી પ્રાપ્ત કરી શકાશે: નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટસ, NISM ભવન, પ્લોટ નં. 82, સેક્ટર – 17, વાશી, નવી મુંબઈ – 400 703. ફોન નં. – 022 – 66734600 – 02, ઈમેલ – nflat@nism.ac.in. વેબ સાઈટ: www.ncfeindia.org અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2017-2018/820 |