હવે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ તમારી આંગળી ના ટેરવે
માર્ચ 10, 2017 હવે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ તમારી આંગળી ના ટેરવે ભારતીય રિઝર્વ બેન્કે આજે ઔપચારિક રીતે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ (www.rbi.org.in) ની મોબાઈલ એપ્લીકેશન (APP) આવ્રુતિ ની શરૂઆત કરી. આ એપ (APP) એનડ્રોઇડ અને આઈઑએસ પ્લૅટફૉર્મ ઉપર ઉપલપ્ધ છે અને “RBI” શબ્દ વાપરીને, પ્લે સ્ટેશન / એપ સ્ટોર ઉપર થી અનુક્રમે પોતાના એનડ્રોઇડ ફોન/ આઈ ફોન માં ડાઉનલોડ કરી શકાશે. પ્રારંભ કરવા માટે એપ(APP) માં વેબસાઇટ ઉપર સૌથી વધારી એક્સેસ થતા વિભાગો: પ્રેસ પ્રકાશન, IFSC / MICR કોડ, બેન્કની રજાઓ અને વર્તમાન દર જેમાં નીતિ (પોલિસી) દર અને ચાર મુખ્ય ચલણો ના સંદર્ભ દર નો સમાવેશ થાય છે, ઉપલબ્ધ કરાવવા માં આવેલ છે. એપ (APP) ના પ્રથમ પાના ની ટોચે એક ગતિશીલ વિન્ડો છે જે ત્રણ જાહેર જાગૃતિ સંદેશો: અંકિત મૂલ્ય ₹ 2,000/- અને ₹ 500/- ની ચલણી નોટોની નવી ડિઝાઇન તેમજ આર બી આઈ નો તમારા ગ્રાહક ને જાણો સંદેશ ને ‘આર બી આઈ કહતા હૈ ’ શ્રેણી અંતર્ગત વારાફરથી પ્રદર્શિત કરે છે. આમાં ના કોઈપણ એકને ક્લિક કરીને વપરાશકાર જારી કરવામાં આવેલ જાહેર જાગૃતિ સંદેશ ને ખોલી શકે અને સંપૂર્ણ લખાણ વાંચી શકે છે.વપરાશકર્તા ‘પુશ નોટિફિકેશન’ ફીચર ને સક્રિય કરીને નવા પ્રકાશોનો માટે એલર્ટ મેળવી શકે છે. એપ (APP) ને વધારી ઉપયોગી અને રસપ્રદ બનાવવા વપરાશકારો તેમના સૂચનો અને અભિપ્રાય ઇ-મેઇલ દ્વારા મોકલાવી શકે છે. શિબી એસ. માથાઇ પ્રેસ પ્રકાશન : 2016-2017/2419 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: