rbi.page.title.1
rbi.page.title.2
78491639
પ્રકાશિત તારીખ
ઑક્ટોબર 29, 2018
એનએસડીએલ પેમેન્ટ્સ બેંક લિમિટેડે તેની કામગીરીની શરૂઆત કરી
ઑક્ટોબર 29, 2018 એનએસડીએલ પેમેન્ટ્સ બેંક લિમિટેડે તેની કામગીરીની શરૂઆત કરી એનએસડીએલ પેમેન્ટ્સ બેંક લિમિટેડે તારીખ ઑક્ટોબર 29, 2018 થી પેમેન્ટ્સ બેંક તરીકેની તેની કામગીરીનો આરંભ કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 22 (1) અંતર્ગત બેંકને ભારતમાં પેમેન્ટ્સ બેંકનો કારોબાર કરવા માટે લાઇસંસ જારી કર્યું છે. નેશનલ સિક્યોરિટિજ ડિપોઝિટરી લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક સંસ્થા હતી જેને, તારીખ ઓગષ્ટ 19, 2015ના પ્રેસ પ્રકાશનમાં જાહેર કર્યા મુજબ, પેમેન્ટ્સ બેંક ઊભી કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/991 |
प्ले हो रहा है
સાંભળો