<font face="mangal" size="3">ગેર બેન્કિંગ નાણાકીય કંપનીઓ, 2018 માટે લોકપાલ યો - આરબીઆઈ - Reserve Bank of India
ગેર બેન્કિંગ નાણાકીય કંપનીઓ, 2018 માટે લોકપાલ યોજના
ડેપ્યુટી ગવર્નર ગેર બેન્કિંગ નાણાકીય કંપનીઓ, 2018 માટે લોકપાલ યોજના 23 ફેબ્રુઆરી, 2018 સંદર્ભ : સીઈપીડી/પીઆરએસ.નં 3590/13.01.004/2017-18 ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45L ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ને લાગ્યું છે કે ગેર બેન્કિંગ નાણાકીય કંપનીઓ માં વાહક ક્રેડિટ માળખા માટે પ્રોત્સાહન આપી શકાય તે માટે અને તેના ફાયદા માટે દેશની ક્રેડીટ સીસ્ટમ નું નિયમન કરી શકાય તે માટે થાપણો, લોન અને એડવાન્સ અને બીજી સ્પષ્ટ બાબતો ની સેવાઓની ખામી અંગે ની ફરિયાદો ના નિવારણ માટે લોકપાલ ની સીસ્ટમ પુરી પાડવી જરૂરી છે. તેથી નિર્દેશ કરેલ છે કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I(f) માં આપેલી વ્યાખ્યા મુજબની અને ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA અંતર્ગત નોંધાયેલી એનબીએફસી, જે (a) થાપણો સ્વીકારવા અધિકૃત છે અથવા (b) જે ગ્રાહક સાથે વ્યવહાર કરે છે, જેની આગલા નાણાકીય વર્ષ ના ઓડીટેડ સરવૈયા ની તારીખે કુલ મિલકતો કે આરબીઆઈ એ સૂચિત કરેલી બીજી કોઈ મિલકતો રૂપિયા ૧૦૦ કરોડ કે તેથી વધુ હોય, તે આ નિર્દેશ ની હેઠળ આવશે અને તેમણે ગેર બેન્કિંગ નાણાકીય કંપનીઓ, 2018 માટે લોકપાલ યોજના ની જોગવાઈઓ નું પાલન કરવાનું રહેશે. 2. ગેર બેન્કિંગ નાણાકીય કંપની- ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ કમ્પની (એનબીએફસી-આ ઈ એફ સી), કોર ઈન્વેસ્ટમેન્ટ કમ્પની (સી આ ઈ સી), ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડ- નોન-બેન્કિંગ ફાયનાન્સીયલ કમ્પની (આઈડીએફ – એનબીએફસી) અને ફડચા માં ગયેલી એનબીએફસી ને આ યોજના ના વ્યાપ માંથી બાકાત રાખવામાં આવી છે. 3. શરુઆત માં આ યોજના થાપણો સ્વીકારતી બધી એનબીએફસીઓ માટે લાગુ પાડવામાં આવશે અને તેનો અનુભવ મેળવ્યા પછી આ યોજના બાકી રહેલી આઈડેન્ટીફાઈડ કેટેગરી ની એનબીએફસીઓ ને લાગુ પાડવામાં આવશે. શરુઆત માં આ યોજનાની ચાર મેટ્રો સેન્ટર જેવાકે ચેન્નાઈ, કલકત્તા, મુંબઈ અને નવી દિલ્હી માં જેતે ઝોન માંથી મળેલી ફરિયાદો ના નિવારણ માટે રજૂઆત થશે જેથી આખા દેશ ને કવર કરી શકાય. આ ઓફિસો ના કાર્યક્ષેત્ર નો વિસ્તાર યોજના ના પરિશિષ્ઠ ‘I’ માં દર્શાવેલ છે. 4. આ યોજના તારીખ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ થી અમલ માં આવશે. (બી.પી.કાનુંન્ગો) |