<font face="mangal" size="3">IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં &# - આરબીઆઈ - Reserve Bank of India
IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016
તારીખ: 02 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક કરદાતાઓને તેમના આવક-વેરાના લેણાં ની ચુકવણી દેય તારીખ (Due date) થી પૂરતા પ્રમાણ માં અગાઉ થી ચુકવવા માટે અપીલ કરે છે. તેણે એમ પણ જણાવ્યું છે કે કરદાતા વૈકલ્પિક ચેનલ જેવી કે એજન્સી બેંકો ની પસંદગી યુક્ત શાખાઓ અથવા આ બેંકો દ્વારા કરાતા ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો ના પ્રસ્તાવ નો ઉપયોગ કરી શકે છે. તે રિઝર્વ બેંક ના કાર્યાલયો માં લાંબી લાઈનો માં ઉભા રહેવાની અગવડ દુર કરે છે. એવું જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફત આવક વેરા ના લેણાં ની ચુકવણી માટે નો ધસારો દર વર્ષે ડીસેમ્બર મહિના માં ઘણોજ ભારે હોય છે અને રિઝર્વ બેંક માટે પણ શક્ય એટલા વધુમાં વધુ વધારા ના કાઉન્ટરો પુરા પાડવા છતાં પણ રસીદો જારી કરવાના દબાણ નો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. આમાંની ઘણીખરી બેંકો ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો પણ પૂરી પાડે છે. 29 એજન્સી બેંકો ને આવક વેરા ના લેણાં ની ચુકવણી સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવી છે. આ બેંકો:
અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1087 |