આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭
૧૫ મે, ૨૦૧૭ આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭ એવું જણાય છે કે દર વર્ષે જૂન નાં અંતમાં રિઝર્વ બેંક મારફતે ઇન્કમટેક્ષની ચુકવણી માટેનો ધસારો, એ હેતુ માટે શક્ય તેટલા મહત્તમ વધારાના કાઉન્ટર્સ પુરા પાડવા છતાં, ખૂબ ભારે હોય છે. પરિણામે, પ્રજાજનોએ નાહક લાંબા સમય માટે બેંકમાં કતારમાં રાહ જોવી પડે છે. આમાં પડતી અસુવિધાને દૂર કરવા નિયત તારીખ પહેલા અગાઉથી જ તેમની ઇન્કમટેક્ષ ની બાકી રકમની ચુકવણી કરીને છેલ્લી ઘડીએ થતા ધસારાને ટાળવા માટે કરદાતાઓને સુચિત કરવામાં આવે છે. આ ઉપરાંત મુંબઈ ખાતે માન્ય કરેલી એજન્સી બેન્કોની નીચે દર્શાવ્યા મુજબની પસંદ કરેલી શાખાઓને બાકી રહેલ ઇન્કમટેક્ષ ની ચુકવણી માટે અધિકૃત કરવામાં આવેલ છે, આમાંની મોટા ભાગની બેંકો ઓનલાઇન ટેક્ષ ચૂકવણી માટેની સુવિધા પણ પૂરી પાડે છે. કરદાતાઓ તેઓની સુવિધા માટે આ વ્યવસ્થા નો લાભ લઇ શકે છે.
અજિત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2016-2017/૩૦૬૮ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: