<font face="mangal" size="3">પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિ - આરબીઆઈ - Reserve Bank of India
પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
તારીખ: 10 નવેમ્બર 2016 પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે બેંકો જાહેર જનતા ના કાર્યો (વ્યવહારો) માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેવાના પરિણામ સ્વરૂપ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે પેમેન્ટ સીસ્ટમો (RTGS, NEFT, ચેક ક્લીયરીંગ , Repo, CBLO અને Call markets) શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. તમામ સહભાગી સભ્ય બેંકો ને તેમના ગ્રાહકો માટે તારીખ 12 અને 13 નવેમ્બર 2016 ના રોજ ઉપરની પેમેન્ટ સીસ્ટમો ના સંચાલન માટે રોજિંદા કાર્ય દિવસો ની જેમ વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં ઉપર મુજબ ની પેમેન્ટ સીસ્ટમ ની સેવાઓ ની ઉપલબ્ધી અંગે પુરતી જાહેરાત કરી શકે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1164 |