<font face="mangal" size="3">પાક વીમા યોજનાઓની નિષ્પાદન લેખા પરીક્ષા</font> - આરબીઆઈ - Reserve Bank of India
પાક વીમા યોજનાઓની નિષ્પાદન લેખા પરીક્ષા
ભારિબેં/2015-2016/442 30 જુન 2016 અધ્યક્ષ / પ્રબંધક નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી મહોદય / મહોદયા, પાક વીમા યોજનાઓની નિષ્પાદન લેખા પરીક્ષા નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (The Comptroller and Auditor General), તેમના પાકને થયેલ નુકસાન ભોગવવાવાળા ખેડૂતોને સહાયતા પ્રદાન કરવામાં પાક વીમાની અસરની તપાસ કરવા માટે કૃષિ પાક વીમા યોજનાઓની નિષ્પાદન લેખા પરીક્ષા (performance audit) કરશે. એમ પ્રસ્તાવ છે કે આંધ્ર પ્રદેશ, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તેલંગણા રાજ્યોમાં સંબંધિત પ્રધાન મહાલેખાકાર / મહાલેખાકાર (લેખા પરીક્ષા)ના કાર્યાલયોની સહાયતા લઈને લેખા પરીક્ષા કરવામાં આવે. 2. નિષ્પાદન લેખા પરીક્ષામાં કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ, ભારતીય કૃષિ વીમા કંપની લિ., રાજ્ય કૃષિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના રેકર્ડની તપાસનો સમાવેશ કરવામાં આવશે. વિવિધ બેંકો, વીમા કંપનીઓ અને સહકારી સંસ્થાઓની સહાયતાથી પાક વીમા યોજનાને કાર્યાન્વિત કરવામાં આવે છે, માટે આ બેંકો / વીમા કંપનીઓ / સહકારી સંસ્થાઓના રેકર્ડની તપાસ કરવી પણ આવશ્યક છે જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે પાક વીમા યોજનાઓને અસરકારક રીતે તેમજ લક્ષ્યિત હિતાધિકારીઓને લાભ પહોંચાડવા માટે કાર્યાન્વિત કરવામાં આવે છે. 3. ઉપર જણાવેલ હકિકતને ધ્યાનમાં લેતા આપને સૂચિત કરવામાં આવે છે કે પાક વીમા યોજના સંબંધિત આપના રેકર્ડનો એક્સેસ (access) પ્રાપ્ત કરવામાં સંબંધિત રાજ્યોના પ્રધાન મહાલેખાકાર / મહાલેખાકાર (લેખાપરીક્ષા)ના કાર્યાલયો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા લેખા પરીક્ષા દળો (ટીમ)ને મદદ કરશો. ભવદીયા (ઉમા શંકર) |