પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016
તારીખ: 16 ડીસેમ્બર 2016 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર) સુધી ડીપોઝીટ કરી શકાશે. થાપણો ભારતીય રિઝર્વ બેંક સાથેના બોન્ડ લેજર એકાઉન્ટ (બીએલએ) માં ઘોષણા કરનાર ના ખાતે જમા રહેશે અને ચાર વર્ષ પૂર્ણ થયા બાદ પુન: ચુકવણી કરવામાં આવશે. યોજના અંગે ની વિગતો https:/rbi.org.in પર પ્રાપ્ત કરી શકાશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન:2016-2017/1555 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: