RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497194

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ ડીપોઝીટ યોજના (પી એમ જી કે ડી એસ), 2016

RBI/2016-17/187
IDMD.CDD.No.1453/14.04.050/2016-17

16 ડીસેમ્બર 2016

ચેરમન & મેનેજીંગ ડાયરેક્ટર
તમામ અધિકૃત બેંકો

પ્રિય મહોદય/ મહોદયા,

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ ડીપોઝીટ યોજના (પી એમ જી કે ડી એસ), 2016

ભારત સરકારે તેના તારીખ 16 ડીસેમ્બર 2016 ની અધિસૂચના (નોટીફીકેશન) સંખ્યા S. O. 4061 (E) દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ડીપોઝીટ યોજના (પી. એમ. જી. ડી. કે. ડી. એસ.)” જાહેર કરી છે. આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2016 માટે ના ટેક્ષેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રીજીમ હેઠળના પ્રત્યેક ઘોષણાકર્તા ને લાગુ પડશે.

યોજનાની શરતો નીચે મુજબ છે:

2. ડીપોઝીટ માટે લાયકાત:- આ યોજના હેઠળ ડીપોઝીટો 17 ડીસેમ્બર 2016 થી 31 માર્ચ 2017 સુધીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2016 માટે ના ટેક્ષેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રીજીમ ની કલમ 199 C ની પેટા કલમ (1) હેઠળ અઘોષિત આવક જાહેર કરનાર કોઇપણ વ્યક્તિ દ્વારા કરી શકાશે.

3. ડીપોઝીટો નું સ્વરૂપ:- ડીપોઝીટ ભારતીય રીઝર્વ બેંક સાથે રાખવામાં આવેલ બોન્ડ્સ લેજર એકાઉન્ટમાં ઘોષણા કરનાર ના ખાતે જમા રકમના રૂપમાં ધારણ કરાશે. ઘોષકને ફોર્મ – I માં સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ ઇસ્યુ કરવામાં આવશે. ભારતીય રીઝર્વ બેંક આ યોજના હેઠળ પ્રાપ્ત ડીપોઝીટો ને ભારત સરકારના પબ્લીક એકાઉન્ટ માં નામિત રીઝર્વ ફંડ માં ટ્રાન્સફર કરશે.

4. અધિકૃત બેંકો:-

(અ) બોન્ડ લેજર એકાઉન્ટ ના સ્વરૂપમાં ડીપોઝીટ માટેની અરજી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (10 ઓફ 1949) (અહીં હવે પછી જેનો ઉલ્લેખ અધિકૃત બેંક તરીકે કરેલો છે) લાગુ પડતો હોય તેવી કોઇપણ બેન્કિંગ કંપની દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.

(બ) અધિકૃત બેંક કરવામાં આવેલ ડીપોઝીટ ની વિગતો ફોર્મ – V માં ઈલેક્ટ્રોનિક માધ્યમ થી મહેસૂલ વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકાર ને પછીના કાર્ય દિવસ થી મોડા નહી તે રીતે પૂરી પાડશે કે જેથી વિભાગ ઘોષણા નો સ્વીકાર કરતા પહેલાં ડીપોઝીટની માહિતીની સત્યતા ચકાસી શકે.

(ક) અધિકૃત બેંક ડીપોઝીટની વિગતો ભારતીય રીઝર્વ બેંક ના કોર બેન્કિંગ સોલ્યુશન “ઈ – કુબેર” માં અપલોડ કરશે.

(ડ) ભારતીય રીઝર્વ બેંક અને અધિકૃત બેંક આ સંબંધ માં પ્રાપ્ત થયેલ ડેટા ની ગુપ્તતા જાળવશે.

5. ભરણું અને બોન્ડ્સ લેજર એકાઉન્ટ માં રોકાણની પદ્ધતિ –

(અ) ડીપોઝીટો તમામ અધિકૃત બેંકો પર સ્વીકારવામાં આવશે.

(બ) સો રૂપિયા ના ગુણાંક માં ડીપોઝીટ કરી શકાશે.

(ક) ઘોષણાકર્તા દ્વારા કરવામાં આવેલ ડીપોઝીટ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2016 માટે ના ટેક્ષેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રીજીમ ની કલમ 199 C ની પેટા કલમ (1) હેઠળ જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી હશે નહીં.

(ડ) ઉપર્યુક્ત કલમ 199 C ની પેટા કલમ (1) હેઠળ ઘોષણાપત્ર ફાઈલ કરતાં પહેલાં સમગ્ર ડીપોઝીટ, એક જ ચૂકવણીમાં, કરવામાં આવશે.

(ઈ) ડીપોઝીટ રોકડ અથવા આવી ડીપોઝીટ સ્વીકારનાર અધિકૃત બેન્કની તરફેણ માં લખેલ ડ્રાફ્ટ અથવા ચેક ના સ્વરૂપમાં અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા કરી શકાશે.

6. ડીપોઝીટની પ્રભાવી તારીખ:- બોન્ડ્સ લેજર એકાઉન્ટ ખોલવાની પ્રભાવી તારીખ એ રોકડ રજૂ કરવાની તારીખ અથવા ડ્રાફ્ટ કે ચેક ની વસૂલાત અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર ની તારીખ હશે.

7. અરજીઓ:-

(અ) આ યોજના હેઠળ ડીપોઝીટ માટેની અરજી ફોર્મ – II માં કરી શકાશે જેમાં રકમ, પૂરૂંનામ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (હવે પછી જેનો ઉલ્લેખ “પાન” તરીકે છે), બેંક ખાતાની વિગતો (પુન:ચૂકવણીની રકમ મેળવવા માટે) અને ઘોષક નું સરનામું સ્પષ્ટ રીતે દર્શાવેલ હશે. જો ઘોષણાકર્તા પી. એ. એન. ધરાવતો ન હોય, તો તે પી. એ. એન. માટે અરજી કરશે અને પ્રાપ્તિ સૂચના નંબર સાથે આવી પી. એ. એન. અરજીની વિગતો પૂરી પાડશે.

(બ) પેટા ફકરા (અ) હેઠળની અરજી સાથે અઘોષિત આવકના પચીસ ટકા થી ઓછી ન હોય તેટલી રકમ ફકરા 5 ના પેટા ફકરા (ક) અને (ડ) માં જોગવાઈ મુજબ રોકડ, ડ્રાફ્ટ, ચેક ના સ્વરૂપમાં અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા રજૂ કરવામાં આવશે.

8. નોમીનેશન:-

(અ) બોન્ડ્સ લેજર એકાઉન્ટના એક માત્ર ધારણકર્તા અથવા એકમાત્ર હયાત ધારણકર્તા, વ્યક્તિ હોવાના કારણે, ફોર્મ – III માં એક અથવા વધુ વ્યક્તિઓને નોમીનેટ કરી શકશે કે જેઓ તેના મૃત્યુના કિસ્સામાં બોન્ડ લેજર એકાઉન્ટ અને તેના પરની ચૂકવણી માટે હકદાર રહેશે.

(બ) જ્યાં કોઇપણ રકમ બે અથવા વધુ નોમિનીને ચૂકવવાપાત્ર હોય અને કોઈ એક અથવા તેમના માંનો કોઈ એક આવી ચૂકવણી દેય થાય તે પહેલાં મૃત્યુ પામે તો બોન્ડ લેજર એકાઉન્ટ નો હક્ક / અધિકાર હયાત નોમીની અથવા નોમીનીઓનો હશે અને તેના પરની ચૂકવવાપાત્ર રકમ તે મુજબ ચૂકવવામાં આવશે. નોમીની અથવા નોમીનીઓના ધારણકર્તા ના પહેલાં મૃત્યુ પામવાના કિસ્સામાં, ધારણકર્તા નવું નોમીનેશન કરી શકે છે.

(ક) બોન્ડ્સ લેજર એકાઉન્ટ ના ધારણકર્તા દ્વારા કરવામાં આવેલ નોમીનેશન ને નવા નોમીનેશન દ્વારા બદલી શકાય છે અથવા અધિકૃત બેંક ને ફોર્મ – IV માં લેખિતમાં નોટીસ આપીને રદ કરી શકાય છે.

(ડ) પ્રત્યેક નોમીનેશન અને પ્રત્યેક રદીકરણ અથવા ફેરફાર ને અધિકૃત બેંક મારફતે ભારતીય રીઝર્વ બેંક માં નોંધણી કરવામાં આવશે અને આવી નોધણીની તારીખ થી તે પ્રભાવી ગણાશે.

(ઈ) જો નોમીની સગીર હોય તો, બોન્ડ્સ લેજર એકાઉન્ટ નો ધારણકર્તા તેના મૃત્યુના કિસ્સામાં બોન્ડ લેજર એકાઉન્ટ અથવા દેય રકમ મેળવવા માટે કોઇપણ વ્યક્તિની નિમણૂંક કરી શકશે.

9. તબદીલી પાત્રતા:- બોન્ડ લેજર એકાઉન્ટ ની તબદીલીપાત્રતા તેના મૃત્યુના કિસ્સામાં નોમીની અથવા વ્યક્તિગત ધારણકર્તા ના કાયદેસરના વારસદાર પૂરતી મર્યાદિત રહેશે.

10. વ્યાજ:- ડીપોઝીટ પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

11. બોન્ડ્સ માટે વેપારક્ષમતા:- બોન્ડ લેજર એકાઉન્ટ વેપાર યોગ્ય હશે નહીં.

12. પુન:ચૂકવણી – (રીપેમેન્ટ):- બોન્ડ લેજર એકાઉન્ટ ડીપોઝીટની તારીખ થી ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ચૂકવવાપાત્ર હશે અને તેની પાકતી તારીખ પહેલાં આવા બોન્ડ લેજર એકાઉન્ટ ની પુન:ચૂકવણી કરવા દેવામાં આવશે નહીં.

13. અર્થઘટન:- આ નોટીફીકેશનમાં ઉપયોગમાં લેવાયેલા પરંતુ વ્યાખ્યાયિત નહીં થયેલા પરંતુ ઇન્કમટેક્ષ એક્ટ 1961 (43 ઓફ 1961), ગવર્મેન્ટ સિક્યોરીટીઝ એક્ટ 2006 (38 ઓફ 2006) અથવા ફાઈનાન્સ એક્ટ 2016 (28 ઓફ 2016) માં વ્યાખ્યાયિત થયેલ શબ્દો અને પદો / વાક્યો નો અર્થ ઉપરના કાયદાઓમાં તેમને અપાયેલ અર્થ પ્રમાણે રહેશે.

આપનો વિશ્વાસુ,

(રાજેન્દ્ર કુમાર)
મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?