<font face="mangal" size="3">પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજી - આરબીઆઈ - Reserve Bank of India
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ
તારીખ: 20 જાન્યુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર) સુધી ડીપોઝીટ કરી શકાશે. આ સંબંધમાં, સ્પષ્ટતા કરવામાં આવે છે કે કો-ઓપરેટીવ બેંકો ને પીએમજીકેડીએસ, 2016 હેઠળ થાપણો સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવી નથી. નોટીફીકેશન ના પેરા 7(1) ને નીચે મુજબ સુધારવામાં આવેલ છે. “7. અધિકૃત બેંકો- (1) બોન્ડઝ લેજર એકાઉન્ટ ના સ્વરૂપ માં થાપણો માટે ની અરજીઓ કો-ઓપરેટીવ બેંકો સિવાય ની કોઇપણ બેન્કિંગ કંપની કે જેને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (10 ઓફ1949) લાગુ પડે છે, તેના દ્વારા સ્વીકારવામાં આવશે.” અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1956 |