<font face="mangal" size="3">પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ ડીપોઝીટ યોજના (પી એ - આરબીઆઈ - Reserve Bank of India
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ ડીપોઝીટ યોજના (પી એમ જી કે ડી એસ), 2016-ઓપરેશનલ ગાઈડલાઈન્સ
RBI/2016-17/188 16 ડીસેમ્બર 2016 ચેરમન & મેનેજીંગ ડાયરેક્ટર પ્રિય મહોદય/ મહોદયા, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ ડીપોઝીટ યોજના (પી એમ જી કે ડી એસ), 2016-ઓપરેશનલ ગાઈડલાઈન્સ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ ડીપોઝીટ યોજના (પી એમ જી કે ડી એસ), 2016 (હવે પછી જેનો ઉલ્લેખ યોજના તરીકે છે) પર ના કેન્દ્ર સરકાર ના નોટીફીકેશન S.O. 4061 (E) અને આરબીઆઈ ના તારીખ 16 ડીસેમ્બર 2016 ના પરિપત્ર IDMD. CDD. No. 1453/ 14.04.050/2016-17 નો સંદર્ભ જુઓ. આ અંગે ની એફ એ ક્યુ અમારી વેબસાઈટ (www.rbi.org.in) પર મુકેલી છે. આ યોજના સંબંધિત ઓપરેશનલ ગાઈડલાઈન્સ નીચે આપેલી છે. 1. અરજી:- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પી. એમ. જી. કે. ડી. એસ.) 2016 હેઠળ ડીપોઝીટ માટે અરજી પત્રકો ઘોષણા કરનારાઓ (કોઇપણ વ્યક્તિ કે જેણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2016 માટે ના ટેક્ષેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રીજીમ ની કલમ 199 C ની પેટા કલમ (1) હેઠળ અઘોષિત આવક જાહેર કરેલી હોય) પાસેથી અધિકૃત બેંકો (કોઇપણ બેન્કિંગ કંપની જેને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (10 ઓફ 1949) લાગુ પડતો હોય) ની શાખાઓ પર બેન્કના સામાન્ય કામકાજ ના કલાકો દરમ્યાન 17 ડીસેમ્બર 2016 થી 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરવામાં આવશે. 2. નો યોર કસ્ટમર આવશ્યકતાઓ:- (અ) આ યોજના હેઠળ ડીપોઝીટ માટે અરજી ફોર્મ – II માં કરવામાં આવશે કે જેમાં રકમ, પુરૂંનામ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (હવે પછી જેનો ઉલ્લેખ ‘પી. એ. એન.’ તરીકે છે), બેંક ખાતાની વિગતો (પરત ચૂકવણી ની રકમ મેળવવા માટે) અને ઘોષણાકર્તાનું સરનામું સ્પષ્ટ રીતે દર્શાવેલું હશે. (બ) જો ઘોષણા કરનાર પી. એ. એન. ધરાવતા ન હોય, તો તે પી. એ. એન. માટે અરજી કરશે અને આવી પી. એ. એન. અરજી ની વિગતો પ્રાપ્તિ સૂચના નંબર સાથે પૂરી પાડશે. આવશ્યક જણાય તો, સંબંધિત વધારાની વિગતો (ઈ – મેલ આઈ ડી વગેરે) અરજીકર્તા પાસેથી મેળવી શકાશે. અધિકૃત બેંકો એ સુનિશ્ચિત કરવું પડશે કે અરજી દરેક બાબતે સંપૂર્ણ છે. (ક) અરજી સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2016 માટે ના ટેક્ષેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રીજીમ હેઠળ જાહેર કરેલ અઘોષિત આવકના પચીસ ટકાથી ઓછી ન હોય તેવી રકમ રોકડ, ડ્રાફ્ટ કે ચેક ના સ્વરૂપમાં અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર મારફતે રજૂ કરવાની રહેશે. (ડ) પ્રાપ્તિ સૂચના ની રસીદ (ફોર્મ – II નો ભાગ) ઘોષણાકર્તા ને બેંક દ્વારા અધિકૃત કર્યા બાદ પૂરી પાડવામાં આવશે. 3. ડીપોઝીટની વિગતો ભારત સરકારને પૂરી પાડવી. (અ) અધિકૃત બેંક કરવામાં આવેલ ડીપોઝીટ ની વિગતો ફોર્મ – V માં ઈલેક્ટ્રોનિક માધ્યમ થી મહેસૂલ વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકાર ને પછીના કાર્ય દિવસ થી મોડા નહી તે રીતે પૂરી પાડશે કે જેથી વિભાગ ઘોષણા નો સ્વીકાર કરતા પહેલાં ડીપોઝીટની માહિતીની સત્યતા ચકાસી શકે. (બ) અધિકૃત બેંક આ સંબંધમાં પ્રાપ્ત થયેલ ડેટાની ગુપ્તતા જાળવશે. 4. ધારણ કરવાની પદ્ધતિ અને નોમીનેશન:- (અ) આરબીઆઇ માં વિગતો પ્રાપ્ત થતા, બોન્ડ્સ લેજર એકાઉન્ટ બનાવવામાં આવશે અને આ યોજના હેઠળ મળેલ ડીપોઝીટ રીઝર્વ બેંક દ્વારા ઘોષકના ખાતે જમા રકમ તરીકે ધારણ કરવામાં આવશે. (બ) ઘોષણા કરનારને ફોર્મ – I માં સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ ઇસ્યુ કરવામાં આવશે. (ક) બોન્ડ્સ લેજર એકાઉન્ટ ખોલવાની પ્રભાવી તારીખ એ રોકડ રજૂ કરવાની તારીખ અથવા ડ્રાફ્ટ કે ચેક ની વસૂલાત અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર ની તારીખ હશે. (ડ) ધારણકર્તા એક અથવા વધુ વ્યક્તિઓ ને નોમીનેટ કરી શકશે. 5. વ્યાજની ચૂકવણી:- ડીપોઝીટો પર કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર હશે નહીં. 6. આરબીઆઇ ની “ઈ – કુબેર” સીસ્ટમ દ્વારા પ્રોસેસીંગ:- અધિકૃત બેંકો ડીપોઝીટ ની વિગતો રોકડ રજૂ કરવાની અથવા ઈલેક્ટ્રોનિક પેમેન્ટ ની તારીખે અથવા ડ્રાફ્ટ / ચેક ની વસૂલાત ની તારીખે જ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના કોર બેન્કિંગ સોલ્યુશન “ઈ – કુબેર” માં અપલોડ કરશે. ડીપોઝીટ ની રકમ ભારતીય રીઝર્વ બેંકમાં તે જ દિવસે ટ્રાન્સફર કરવામાં આવશે. ઈ – કુબેર સીસ્ટમ ઇન્ફીનેટ અથવા ઈન્ટરનેટ દ્વારા એક્સેસ કરી શકાશે. અધિકૃત બેન્કોએ તેમના દ્વારા પ્રાપ્ત થયેલ ડીપોઝીટ ના ડેટા ની નોંધ (એન્ટ્રી) કરવી પડશે. કોઇપણ પ્રકારની અસાવધ ભૂલો થતી અટકાવવા તેઓએ ડેટા એન્ટ્રીની ચોક્કસાઈ સુનિશ્ચિત કરવી પડશે. ઘોષણા કરનારાઓને અરજીની પ્રાપ્તિ માટે તત્કાલ પુષ્ટીકરણ પૂરૂ પાડવામાં આવશે. હોલ્ડીંગ સર્ટીફીકેટ્સ અધિકૃત બેન્કોને ઈ – કુબેર મારફતે મોકલવામાં આવશે કે જે ગ્રાહકોને ઇસ્યુ કરી શકાશે. 7. સેવાઓ અને અનુવર્તી કાર્યવાહી:- અધિકૃત બેંકો ઘોષક દ્વારા કરવામાં આવેલ ડીપોઝીટ સંબંધી આવશ્યક સેવાઓ પૂરી પાડશે. દા.ત. બેંક ખાતાની વિગતો નું અદ્યતનીકરણ કરવું, નોમીનેશનું રદીકરણ વગેરે. અધિકૃત બેન્કોએ પુન:ચૂકવણી કરવામાં આવે ત્યાં સુધી અરજીઓ જાળવી રાખવી પડશે. 8. કમીશન / અધિકૃત બેંકો માટે એજન્સી બેંક ચાર્જ:- આ યોજના હેઠળ ડીપોઝીટ સ્વીકારવા માટે અથવા ઘોષણાકર્તા ને સેવાઓ પૂરી પાડવા માટે બેન્કોને કોઈ કમીશન અથવા એજન્સી બેંક ચાર્જ ચૂકવવામાં આવશે નહીં. 9. સંપર્ક વિગતો:- કોઇપણ પૂછપરછ / સ્પષ્ટતા માટે ઈ – મેલ કરો. આપનો વિશ્વાસુ, (રાજેન્દ્ર કુમાર) |