<font face="mangal" size="3">પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર ધિરાણ પ્રમાણપત્ - આરબીઆઈ - Reserve Bank of India
પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર ધિરાણ પ્રમાણપત્ર
ભારિબેં/2015-16/366 07 એપ્રીલ 2016 અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક / પ્રિય મહોદય / મહોદયા, પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર ધિરાણ પ્રમાણપત્ર કૃપા કરીને પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર ધિરાણ – લક્ષ્ય અને વર્ગીકરણ પર 23 એપ્રિલ 2015 ના પરિપત્ર વિ સવિવિ.કેકા.પ્લાન.બીસી.54/04.09.01/2014-15 નો પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર ધિરાણ પ્રમાણપત્ર (પીએસએલસી) ના શરૂઆત સંબંધી પેરા VIII જૂઓ. 2. ભારત સરકારે તારીખ 4 ફેબ્રુઆરી 2016 ની અધિસૂચના દ્વારા “ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી માર્ગદર્શિકાઓ અનુસાર પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર ધિરાણ પ્રમાણપત્ર (પીએસએલસી)માં લેણદેણ” ને બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની કલમ 6 (1) (ઓ) ના અંતર્ગત વ્યવસાયના સ્વરૂપમાં નિર્દિષ્ટ કરેલ છે. તે મુજબ, પીએસએલસીના ટ્રેડીંગ માટેની સૂચનાઓ અનુબંધમાં આપવામાં આવ્યા છે. પીએસએલસીના ટ્રેડીંગ માટે કોર બેંકિંગ સમાધાન (સીબીએસ) પોર્ટલ (ઈ-કુબેર) ના માધ્યમથી ટ્રેડીંગ મંચ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. મંચ પર ટ્રેડીંગ માટે વિગતવાર ઉપયોગકર્તા મેન્યુઅલ / સૂચનાઓ પોર્ટલ પર ઉપલબ્ધ છે. ભવદીય, (એ. ઉદગાતા) અનુબંધ પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર ધિરાણ પ્રમાણપત્ર – યોજના i) હેતુ: બેંકોને પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને ધિરાણ આપવા માટેના લક્ષ્ય અને પેટા-લક્ષ્યો હાંસલ કરવામાં જે કમી આવતી હોય તેની આ લિખિતો (instruments) ની ખરીદી દ્વારા પૂર્તિ કરવા માટે સક્ષમ બનાવવી તેમજ સાથે સાથે અધિશેષવાળી બેંકોને પ્રોત્સાહન આપવું અને તે દ્વારા પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રોની અંતર્ગત શ્રેણીઓને વધુ ધિરાણ પ્રાપ્ત થાય તે જોવું. ii) લિખિતો (instruments) નું સ્વરૂપ: વિક્રેતા પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર અંગેના દાયિત્વની પૂર્તિ વેચશે અને ખરીદનાર તેને ખરીદશે. આમાં જોખમ કે ઋણની અકસ્માયતોનું હસ્તાંતરણ નહીં થાય. iii) પદ્ધતિ (Modalities) : પીએસએલસીનું ટ્રેડીંગ રિઝર્વ બેંકના સીબીએસ પોર્ટલ (ઈ-કુબેર) દ્વારા કરવામાં આવશે. લેણદેણ કરવા માટેની વિગતવાત કાર્યવાહક સુચનાઓ ઈ-કુબેર પોર્ટલ પર ઉપલબ્ધ છે. iv) વેચનાર / ખરીદનાર: અનુસૂચિત વાણિજ્ય બેંકો (એસસીબી), ક્ષેત્રીય ગ્રામીણ બેંકો (આરઆરબી), સ્થાનીય ક્ષેત્ર બેંકો (એલએબી), લઘુ વિત્ત બેંક (જ્યારે તેઓ કાર્યરત થાય) તેમજ શહેરી સહકારી બેંકો જેમણે બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિયમનોને આધિન પીએસેલ પાત્ર શ્રેણીને ધિરાણ આપેલ છે. v) પીએસએલસીના પ્રકાર: ચાર પ્રકારના પીએસએલસી હશે. i) પીએસએલસી કૃષિ: કુલ કૃષિ ધિરાણ લક્ષ્યની પ્રાપ્તિની ગણતરી કરવા માટે. ii) પીએસએલસી એસએફ / એમએફ: નાના અને સિમાંત ખેડૂતોને ધિરાણ આપવાના પેટા-લક્ષ્યની પ્રાપ્તિની ગણતરી કરવા માટે. iii) પીએસએલસી સૂક્ષ્મ સાહસ (micro enterprise): સૂક્ષ્મ સાહસોને ઉધાર આપવાના ઉપ-લક્ષ્યની પ્રાપ્તિની ગણતરી કરવા માટે. iv) પીએસએલસી સામાન્ય: સમગ્ર પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રના લક્ષ્યની પ્રાપ્તિની ગણતરી કરવા માટે. પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને ધિરાણ-લક્ષ્ય અને વર્ગીકરણ પર તારીખ 01 જુલાઈ 2015 ના માસ્ટર પરિપત્ર વિસવિવિ. કેકા.પ્લાન.બીસી. 04/04.09.01/2015-16 માં જણાવ્યા અનુસાર, પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રમાં કૃષિ અને સૂક્ષ્મ સાહસો સહિત કેટલીક શ્રેણીઓનો સમાવેશ થાય છે. બેંકો માટે એ જરૂરી છે કે તેઓ કૃષિ અને સૂક્ષ્મ સાહસોને ધિરાણ આપવા માટેના સમગ્ર લક્ષ્ય અને ક્ષેત્રીય લક્ષ્ય પ્રાપ્ત કરવા ઉપરાંત નાના અને સિમાંત ખેડૂતોને ધિરાણ આપવા માટેના નિર્દિષ્ટ કરેલા પેટા-લક્ષ્ય પણ હાંસલ કરે. એ મુજબ, પીએસએલ લક્ષ્યોને હાંસલ માં કમીની આકારણી કરવા અંગેની ગણતરી સંબંધિત સમસ્યાઓથી બચવા માટે જણાવામાં આવે છે કે ઉપર જણાવેલ ચાર પ્રકારના પ્રમાણપત્ર વિશિષ્ટ ઋણોનું પ્રતિનિધિત્વ કરશે અને તેમની ગણતરી નીચે દર્શાવવામાં આવ્યા અનુસાર વિશિષ્ટ પેટા- લક્ષ્યો/લક્ષ્યો માટે કરવામાં આવશે :
આ રીતે કોઈ પેટા-લક્ષ્ય (એટલે કે એસએફ / એમએફ, સૂક્ષ્મ સાહસો)ની પ્રાપ્તિમાં કમીવાળી બેંકને લક્ષ્યની પ્રાપ્તિ માટે વિશિષ્ટ પીએસએલસી ખરીદવાના રહેશે. તેમ છતાં, કેવળ સમગ્ર લક્ષ્યની પ્રાપ્તિમાં કમીવાળી બેંક, તેને લાગૂ પડતા, કોઈ પણ ઉપલબ્ધ પીએસએલસી ખરીદી શકશે. vi) પીએસએલ પ્રાપ્તિની ગણતરી: બેંકની પીએસએલ પ્રાપ્તિની ગણતરી પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રોને આપવામાં આવેલા ધિરાણો પૈકી બાકી રહેલા ધિરાણ તેમજ જારી કરવામાં આવેલા તથા ખરીદવામાં આવેલા પીએસએલસીનું ચોખ્ખુ નોમિનલ મૂલ્યના સરવાળાના રૂપમાં કરવામાં આવશે. જ્યાં પેટા-લક્ષ્યો રિપોર્ટીંગ તારીખના રોજ નિર્ધારિત કરવામાં આવશે ત્યાં આવી ગણતરી અલગ-અલગ કરવામાં આવશે. vii) જારી કરવા માટેની પાત્ર રકમ: સામાન્ય રીતે, અંતર્નિહિત અસ્ક્યામતોની સામે પીએસએલસી જારી કરવામાં આવશે. તેમ છતાં, પીએસએલસી માટે એક મજબૂત અને સક્રિય (vibrant) બજાર વિકસિત કરવાના હેતુથી બેંકોને, તેમના રેકોર્ડમાં અંતર્નિહિત કર્યા વગર પાછળના વર્ષની પીએસએલની પ્રાપ્તિના 50 ટકા જેટલી પીએસએલસી જારી કરવાની પરવાનગી છે. તેમ છતાં રિપોર્ટીંગ તારીખના રોજ, પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રોના બાકી ધિરાણો તથા જારી કરવામાં આવેલા અને ખરીદવામાં આવેલા પીએસએલસીની ચોખ્ખી રકમના સરવાળાની રકમ જેટલું પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને ધિરાણનું લક્ષ્ય બેંકોએ પ્રાપ્ત કરવું જરૂરી છે. બેંકો માટે એ જરૂરી રહેશે કે લક્ષ્યની પ્રાપ્તિમાં કમી હોય એટલું રોકાણ તે આરઆઈડીએફ / અન્ય નિધિઓમાં કરે. viii) ઋણ જોખમ : આમાં સ્થાવર અસ્કયામતો અથવા નગદ પ્રવાહનું હસ્તાંતરણ ન હોવાને કારણે અંતર્નિહિત ઋણ જોખમનું હસ્તાંતરણ નહીં થાય. ix) સમાપ્તીની તારીખ : બધા જ પીએસએલસી 31 માર્ચ ના રોજ સમાપ્ત થશે અને રિપોર્ટીંગની તારીખ (31 માર્ચ) પછી માન્ય નહીં ગણાય, ભલે પછી તેની પ્રથમ વખત વેચવાની તારીખ કોઈપણ હોય. x) પતાવટ : નિધિઓની પતાવટ ઈ-કુબેર પોર્ટલમાં સ્પષ્ટ કરવામાં આવ્યા અનુસાર મંચના માધ્યમથી કરવામાં આવશે. xi) મૂલ્ય અને શૂલ્ક : પીએસએલસી નું સાંકેતિક મૂલ્ય પીએસએલની સમકક્ષ હશે જેને વેચનાર ના પીએસએલ પોર્ડફોલિયોમાંથી બાદ કરવામાં આવશે અને ખરીદનારના પીએસએલ પોર્ટફોલિયોમાં ઉમેરવામાં આવશે. ખરીદનાર બજાર દ્વારા નિર્ધારિત કરવામાં શુલ્કની ચુકવણી વેચનાર ને કરશે. xii) લૉટનું કદ : પીએસએલસીના માનક લૉટનું કદ ₹ 25 લાખ અથવા તેના ગુણાંકમાં રહેશે. xiii) હિસાબ વિધિ : પીએસએલસી ખરીદવા માટે આપવામાં આવેલા શુલ્કને ‘ખર્ચ’ ના રૂપમાં ગણવામાં આવશે અને પીએસએલસીના વેચાણથી મળેલ શુલ્કને ‘પરચુરણ આવક’ ના રૂપમાં ગણવામાં આવશે. xiv) જાહેરાત: વેચનાર તેમજ ખરીદનાર બંનેએ વર્ષ દરમ્યાન વેચેલા તેમજ ખરીદેલા પીએસએલસી (શ્રેણી-વાર) ની રકમનું રિપોર્ટીંગ ‘પાકા સરવૈયામાં જાહેરાત’ માં કરવાની રહેશે. ઉદાહરણ : 1. બેંક A 15 જુલાઈ 2016 ના રોજ બેંક B ને ₹ 100 કરોડના સાંકેતિક મૂલ્યના પીએસએલસી વેચી શકે છે. રિપોર્ટીંગ તારીખ 30 સપ્ટેમ્બર 2016, 31 ડિસેમ્બર 2016 તેમજ 31 માર્ચ 2017 ના રોજ બેંક B ₹ 100 કરોડની ગણતરી તેની પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર અંગેની પ્રાપ્તિના રૂપમાં ગણશે જ્યારે બેંક A સંબંધિત રિપોર્ટીંગ તારીખોના રોજ તેની પ્રાપ્તિના આંકડામાંથી તે બાદ કરશે. પીએસએલસી 31 માર્ચ 2017 ના રોજ સમાપ્ત થશે. 2. બેંક C બેંક D પાસેથી ₹ 100 કરોડના પીએસએલસી 30 માર્ચ 2017 ના રોજ ખરીદી શકે છે. 31 માર્ચ 2017 ના રોજ બેંક D ₹ 100 કરોડ સંબંધિત રિપોર્ટીંગ તારીખોના રોજ તેની પીએસએલ રિપોર્ટીંગના આંકડામાંથી બાદ કરશે જ્યારે બેંક C તેની પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્ર અંગેની પ્રાપ્તિના રૂપમાં ગણશે. પીએસએલસી 31 માર્ચ 2017 ના રોજ સમાપ્ત થશે. |