RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78523588

પ્રાધાન્યતા ક્ષેત્ર ને ધિરાણ- લક્ષ્ય અને વર્ગીકરણ

RBI/2018-19/179
FIDD.CO.Plan.BC.18/04.09.01/2018-19

6 મે, 2019

ચેરમેન / એમ ડી એન્ડ સી ઈ ઓ
સમગ્ર રીજીઓનલ રૂરલ બેંક / સમગ્ર સ્મોલ ફાયનાન્સ બેન્કસ

પ્રિય મહોદય/મહોદયા

પ્રાધાન્યતા ક્ષેત્ર ને ધિરાણ- લક્ષ્ય અને વર્ગીકરણ

કૃપયા તારીખ 4 એપ્રિલ 2019 ના ‘ ધી સ્ટેટમેન્ટ ઓન ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલીસીસ ઓફ ધી ફર્સ્ટ બાઈ-મન્થલી મોનીટરી પોલીસી સ્ટેટમેન્ટ 2019-20 ‘ ના ફકરા નમ્બર 10 અને તારીખ 7 જુલાઈ 2016 ના માસ્ટર ડાયરેક્ષન –“ રીજીઓનલ રૂરલ બેંક (આર આર બી)-પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ –ટારજેટ્સ એન્ડ ક્લાસીફીકેશન ‘ના ફકરા નમ્બર 9 / તારીખ 6 જુલાઈ 2017 ના ‘ક્મપેડીયમ ફોર સ્મોલ ફાયનાન્સ બેન્કસ (એસ એફ બી)- પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ –ટારજેટ્સ એન્ડ ક્લાસીફીકેશન, પ્રીસક્રાઈબિંગ એલીજીબીલીટી ક્રાઈટેરીયા ઓફ હાઉસિંગ લોન ફોર ક્લાસીફીકેશન અંડર પ્રાયોરીટી સેક્ટર ના ફકરા નમ્બર 5 નું અવલોકન કરો .

2. આર આર બી માટેના ઉપરોક્ત માસ્ટર ડાયરેક્ષન અન્વયે જો નિવાસ એકમ ની એકંદર કીમત 25 લાખ થી વધતી ના હોય તો નિવાસ એકમ ખરીદવા /બાંધકામ કરવા માટે કુટુંબ દીઠ વ્યક્તિગત 20 લાખ સુધીની નિવાસ એકમ ની લોન ને પ્રાધાન્યતા ક્ષેત્ર અંતર્ગત વર્ગીકૃત કરવા લાયક ગણાશે. ક્મપેડીયમ ફોર એસ એફ બી અંતર્ગત મેટ્રો પોલીટન સેન્ટર (દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા) માં 28 લાખ સુધીની વ્યક્તિગત લોન અને બીજા સેન્ટર માં 20 લાખ સુધીની લોન ને પ્રાધાન્યતા ક્ષેત્ર અંતર્ગત વર્ગીકૃત કરવા લાયક ગણાશે, શરત એ કે આવા નિવાસ એકમ ની કીમત અનુક્રમે 35 લાખ અને 25 લાખ થી વધતી ન હોય.

3. આર આર બી અને એસ એફ બી ને અન્ય અનુસુચિત વાણીજ્ય બેંક ની સમક્ક્ષ કરવા માટે, પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ માં ગણવા લાયક થવા માટે હવે હાઉસિંગ લોન ની મર્યાદા વધારવા નું નક્કી કરવામાં આવ્યું છે. તદનુસાર, આર આર બી અને એસ એફ બી માટે મેટ્રો પોલીટન સેન્ટર (દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા) માં 35 લાખ સુધીની વ્યક્તિગત લોન અને બીજા સેન્ટર માં 25 લાખ સુધીની લોન ને પ્રાધાન્યતા ક્ષેત્ર અંતર્ગત વર્ગીકૃત કરવા લાયક ગણાશે, શરત એ કે આવા નિવાસ એકમ ની કીમત અનુક્રમે 45 લાખ અને 30 લાખ થી વધતી ન હોય.

4. વધુમાં, ઉપરોક્ત માસ્ટર ડાયરેક્ષન ના ફકરા 9.4 મુજબ આર આર બી માટે કૌટુબીક વાર્ષિક આવક ની સૂચિત મર્યાદા હાલ 2 લાખ છે / પ્રધાન મંત્રી આવાસ યોજના માં સ્પસ્ટ કરેલ આવક ના માપદંડ સંરેખણ સાથે, ક્મપેડીયમ ફોર એસ એફ બી ના ફકરા 5.4 મુજબ આર્થીક રીતે નબળા વિભાગ માટે (EWS) મકાન બાંધવાના વિશિષ્ઠ પ્રોજેક્ટ માટે અને ઓછી આવક ધરાવતા જૂથ (LIG) માટે વાર્ષિક આવક મર્યાદા સુધારી ને EWS અને LIG માટે 6 લાખ કરવામાં આવી છે.

5. તદનુસાર, આ પરિપત્ર ની તારીખ થી, આર આર બી / એસ એફ બી તેમની હોઉંસિંગ લોન ના બાકી પોર્ટ ફોલીયો ની ગણતરી પ્રાધાન્યતા ક્ષેત્ર ને ધિરાણ ના સુધારેલા વર્ગીકરણ ના માપદંડ મુજબ કરી શકશે.

6. માસ્ટર ડાયરેક્ષન / ક્મપેડીયમ માં સ્પસ્ટ કરેલ અન્ય નિયમો અને શરતો જેમ હતા તેમજ રહેશે

આપનો વિશ્વાસુ,

(ગૌતમ પ્રસાદ બોરાહ)
ચીફ જનરલ મેનેજર- ઇન ચાર્જ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?