<font face="mangal" size="3">અગ્રીમ ક્ષેત્રને ધિરાણ – લક્ષ્યાંકો અને વર્ - આરબીઆઈ - Reserve Bank of India
અગ્રીમ ક્ષેત્રને ધિરાણ – લક્ષ્યાંકો અને વર્ગીકરણ: બિન-કોર્પોરેટ ખેડૂતો ને ધિરાણ—છેલ્લા ત્રણ વર્ષની સમુદાય વ્યાપક (સીસ્ટમ-વાઈડ) સરેરાશ
આરબીઆઈ/2017-18/61 21 સપ્ટેમ્બર 2017 ચેરમન / મેનેજીંગ ડાયરેક્ટર પ્રિય મહોદય / મહોદયા, અગ્રીમ ક્ષેત્રને ધિરાણ – લક્ષ્યાંકો અને વર્ગીકરણ: બિન-કોર્પોરેટ ખેડૂતો ને ધિરાણ—છેલ્લા ત્રણ વર્ષની સમુદાય વ્યાપક (સીસ્ટમ-વાઈડ) સરેરાશ ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 16 જુલાઈ 2015 ના પરિપત્ર સંખ્યા FIDD.CO Plan.BC.08/04.09.01/2015-16 દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિન-કોર્પોરેટ ખેડૂતો ને એકંદર સીધા ધિરાણ ના સંબંધમાં છેલ્લા ત્રણ વર્ષની કાર્યસિદ્ધીની સમુદાય વ્યાપક (સીસ્ટમ વાઈડ) સરેરાશ યોગ્ય સમયે અને ત્યાર બાદ પ્રત્યેક વર્ષની શરૂઆતમાં સૂચિત કરવામાં આવશે. 2. આ સંબંધમાં, નાણાકીય વર્ષ 2017-18 માટે અગ્રીમ ક્ષેત્રના ધિરાણ હેઠળ કાર્યસિદ્ધિ ની ગણતરી માટે લાગુ પડતી સમુદાય વ્યાપક સરેરાશ નો આંક 11.78 ટકા છે. આપની વિશ્વાસુ (ઉમા શંકર) |