<font face="mangal" size="3">UDAY યોજના હેઠળ તેલંગાણા ની ખાસ (Special) જામીનગીરીઓ નું & - આરબીઆઈ - Reserve Bank of India
UDAY યોજના હેઠળ તેલંગાણા ની ખાસ (Special) જામીનગીરીઓ નું ખાનગી ધોરણે પ્લેસમેન્ટ
માર્ચ 02, 2017 UDAY યોજના હેઠળ તેલંગાણા ની ખાસ (Special) જામીનગીરીઓ નું ખાનગી ધોરણે પ્લેસમેન્ટ તેલંગાણા સરકાર, ઉજ્જવલ ડિસકોમ એસ્યોરન્સ યોજના સ્કીમ (UDAY) અંતર્ગત અધિસુચિત રકમ ₹ 8922.93 કરોડ ની ખાસ જામીનગિરીઓ (special securities) ઇશ્યૂ કરવાની દરખાસ્ત કરે છે. બજારમાં ભાગ લેવાની પાત્રતા ધરાવતા, આ ખાસ જામીનગિરીઓ માં સબ્સ્ક્રાઇબ કરવામાં રસ ધરાવનારાઓ એ તેમની બીડ નીચેના ફોર્મેટ માં માર્ચ 06, 2017 (સોમવાર) ના 10.30 amથી 12.00 noon વચ્ચે ઇ-મેઈલ કરવી.
સિક્યોરિટીઝ ની ફાળવણી અને પતાવટ માર્ચ 07, 2017 (મંગળવાર) ના રોજ થશે. ફાળવળી ના નિયમો અને શરતો નીચે પ્રમાણે છે. 1. ખાસ જામીનગિરીઓ નું આંકીત મૂલ્ય ₹ 100/- હશે. 2. જામીનગિરીઓ 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th અને 15th માં વર્ષે પાકતી એકસમાન સ્ટ્રીપ માં જારી કરવામાં આવશે. રોકાણકારે સમગ્ર સ્પેક્ટ્રમ ની ખરીદી કરવાની જરૂરી છે અને બિડ ની રકમ સમગ્ર સમય ગાળા માટે એકસમાન રીતે વહેંચાયેલા રહેશે. 3. બિડ નું લઘૂત્તમ કદ ₹ 100 કરોડ રહેશે. 4. બેઝ રેટ અનુવર્તી વર્ષ FIMMDA ભારત સરકાર ની G-sec ની માર્ચ 03, 2017 ના અંત ની ઊપજ જેટલો રહેશે. 5. બિડર દ્વારા ઓફર કરવામાં આવેલ એક્સમાન સ્પ્રેડ ને બેઝ દર માં ઉમેરીને (અનુવર્તી વર્ષ ના FIMMDA ભારત સરકાર જી સેક ની ઉપજ પર 75 bps ની મહત્તમ મર્યાદા (cap) સાથે) બિડર ને દ્વિવર્ષીક ધોરણે ચૂકવવાનો થતો કૂપન દર પ્રાપ્ત કરવામાં આવશે. 6. દરેક ટેનર માટે માત્ર એકજ જમીગીરી (સિક્યોરિટી), બહુવિધ ભાવ હરાજી પદ્ધતિ પર આધારિત (SDL માં કરાવમાં આવે છે તેમ) આપવામાં (issue) આવશે. જો કોઈપણ પ્રીમિયમ હશે તો તેને બિડરે કટ ઓફ (cut off) કરતાં નીચા સ્પ્રેડ એ ક્વોટ ચૂકવવાનું રહેશે. 7. સ્પર્ધાત્મક સ્પ્રેડ (competitive spread) ના આધારે સફળ દાવેદાર બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. 8. ભારતીય રિઝર્વ બેન્ક ને વિવેકાધીન,કોઈ પણ કે બધી જ બિડ સ્વીકારવા કે અસ્વીકારવા કરવાનું એકમાત્ર તેની મુનસફી પર રહેશે. એ યાદ અપાવવાનું કે ભારત સરકાર ના ઉર્જા મંત્રાલયે નોવેમ્બર 20, 2015 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ (નં. 06/02/2015-NEF/FRP) જારી કરીને ઉદય (UDAY-ઉજ્જવલ ડિસકોમ એસ્યોરન્સ યોજના) સ્કીમ ની જાહેરાત ઉર્જા વિતરણ કંપનીઓ ની કામગીરી અને નાણાકીય કાયાપલટ માટે કરી હતી. અનિરુધ્ધ જાધવ પ્રેસ પ્રકાશન: 2016-2017-2341 |