<font face="mangal" size="3">વર્ચ્યુઅલ કરન્સી (વીસીસ) માં વ્યવહાર પર પ્રતિ&# - આરબીઆઈ - Reserve Bank of India
વર્ચ્યુઅલ કરન્સી (વીસીસ) માં વ્યવહાર પર પ્રતિબંધ
આરબીઆઇ/2017-18/154 એપ્રિલ 6, 2018 બધી વાણિજ્ય અને સહકારી બૅન્કો / ચુકવણી બેંકો / નાની નાણાં બૅન્કો / એનબીએફસીઓ / પેમેન્ટ સિસ્ટમ પ્રદાતાઓ મહોદયા / પ્રિય મહોદય વર્ચ્યુઅલ કરન્સી (વીસીસ) માં વ્યવહાર પર પ્રતિબંધ રિઝર્વ બૅંકે બિટકોઇન સહિત વર્ચ્યુઅલ (કૃત્રિમ) કરન્સીના વપરાશકર્તાઓ, ધારકો અને વેપારીઓને આવી વર્ચ્યુઅલ કરન્સી સાથેના વ્યવહારમાં સંકળાયેલા વિવિધ જોખમો અંગે 24 ડિસેમ્બર, 2013, ફેબ્રુઆરી 01, 2017 અને ડિસેમ્બર 05, 2017 ના રોજ પોતાની જાહેર સૂચનાઓ દ્વારા વારંવાર ચેતવણીઓ આપી છે. 2. સંકળાયેલ જોખમોને ધ્યાનમાં રાખીને, એ નક્કી કરવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી, રિઝર્વ બેન્ક દ્વારા નિયમન કરવામાં આવેલી સંસ્થાઓ (entities) VCs માં વ્યવહાર કરશે નહીં અથવા વીસીની સાથે વ્યવહાર કરવા અથવા પતાવટ કરવા માટે કોઈ પણ વ્યક્તિ અથવા એકમ (entity) ની સુવિધા માટે સેવાઓ પૂરી પાડશે નહીં. આવી સેવાઓમાં એકાઉન્ટ્સની જાળવણી, રજીસ્ટર કરવા, વેપાર કરવા, પતાવટ, ક્લીયરિંગ, વર્ચ્યુઅલ ટોકન્સ સામે લોન આપવી, તેમને કોલેટરલ તરીકે સ્વીકારવી, તેમની સાથે વ્યવહાર કરવાના એક્સચેન્જોના ખાતાં ખોલવા અને વીસીની ખરીદી / વેચાણ સંબંધી એકાઉન્ટમાં નાણાંની તબદીલી (ટ્રાન્સફર) / રસીદનો સમાવેશ થાય છે. 3. નિયમન થતી સંસ્થાઓ જે પહેલાથી જ આવી સેવાઓ પૂરી પાડે છે તે આ પરિપત્રની તારીખથી ત્રણ મહિનાની અંદર જોડાણ (અનુસંધાન) ની બહાર નીકળશે. 4. આ સૂચનાઓ બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, ના સેક્શન 36 (1) (એ) ની સાથે સેક્સન 35 (એ); બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, ના સેક્શન 36 (1) (એ) અને સેક્શન 56 સાથે સેક્શન 35 (એ); તથા ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 ની કલમ 45JA અને 45L સાથે તથા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 ની કલમ 18 અને કલમ 10 (2) સાથે વાંચવામાં આવે છે. આપનો વિશ્વાસુ, (સૌરવ સિંહા) |