<font face="mangal" size="3px">શીઘ્ર સુધારાત્મક કાર્યવાહી માળખું</font> - આરબીઆઈ - Reserve Bank of India
શીઘ્ર સુધારાત્મક કાર્યવાહી માળખું
31 જાન્યુઆરી 2019 શીઘ્ર સુધારાત્મક કાર્યવાહી માળખું હાલમાં શીઘ્ર સુધારાત્મક માળખા (પીસીએએફ) અંતર્ગત આવેલી સાર્વજનિક ક્ષેત્રની બેંકોની કામગીરીની સમીક્ષા કરવાથી એમ જોવામાં આવેલ છે કે ડિસેમ્બર, 2018 એ સમાપ્ત થતી ત્રિમાસિક અવધિ માટે તેમના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પરિણામો અનુસાર, મિલકતો પરના પ્રતિફળ (આરઓએ) સિવાય, જૂજ બેંકો પીસીએ માનદંડોનું ઉલ્લંઘન કરતી નથી. જો કે મિલકતો પરનું પ્રતિફળ નકારાત્મક રહેવાનું જારી રહેલ છે, તેમ છતાં, તે મૂડી પર્યાપ્તતા દર્શકમાં પ્રતિબિંબિત થાય છે. આ બેંકોએ લેખિત વચનબદ્ધતા પ્રદાન કરી છે કે તેઓ લઘુત્તમ વિનિયમનકારી મૂડી, ચોખ્ખી બિનઉપજાઉ અકસ્માયતો અને ચાલુ આધાર પર લીવરેજ ગુણોત્તરને સંબંધિત માનદંડોનું અનુપાલન કરશે તથા તેઓએ ભારતીય રિઝર્વ બેંકને તેમના દ્વારા શરુ કરવામાં આવેલ માળખાકીય અને પ્રણાલિગત સુધારાઓ વિષે અવગત કરાવેલ છે જે આ બેંકોને તેમની વચનબદ્ધતાઓને પૂરી કરવામાં સહાયભૂત થશે. વધુમાં, સરકારે એ પણ આશ્વસ્ત કરેલ છે કે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન બેંક-દીઠ ફાળવણી કરતી વખતે બેંકોની મૂડીગત જરૂરિયાતોનું વિધિવત્ રૂપે ધ્યાન રાખવામાં આવશે. ઉપરોક્ત બધી જ બાબતોને ધ્યાનમાં લેતા, એમ નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંક ઑફ ઇંડિયા અને બેંક ઑફ મહારાષ્ટ્ર કે જેઓ મૂડી સંરક્ષણ બફર (સીસીબી) સમાવિષ્ટ એવા વિનિયમનકારી માનદંડોની પૂર્તિ કરે છે અને જેઓની ચોખ્ખી એનપીએ ત્રિમાસિક અવધિના પરિણામોના અનુસાર 6% થી ઓછી છે, તેઓને પીસીએ માળખામાંથી, કેટલીક શરતો તેમજ નિરંતર દેખરેખને આધિન રહીને, બહાર કરવામાં આવે છે. ઓરિએન્ટ બેંક ઑફ કોમર્સના કિસ્સામાં જો કે ચોખ્ખી એનપીએ, ત્રિમાસિક અવધિના જાહેર થયેલ પરિણામો મુજબ, 7.15% હતી, તેથી સરકારે ત્યારથી પર્યાપ્ત મૂડી ઉપલબ્ધ કરાવી અને ઉક્ત બેંક એનપીએને 6% થી નીચી લઈ આવી. તેથી ઓરિએન્ટ બેંક ઑફ કોમર્સ પરથી, કેટલીક શરતો તેમજ નિરંતર દેખરેખને આધિન રહીને, પીસીએ માળખા અંતર્ગત લાદવામાં આવેલ નિયંત્રણો દૂર કરવાનું નક્કી કરવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક વિભિન્ન માનદંડો અંતર્ગત આ બેંકોની કામગીરી પર નિરંતર દેખરેખ રાખશે. જોસ જે. કત્તૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/1807 |