RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78476973

બેંક શાખાઓમાં સંદિગ્ધ યોજનાઓમાં થાપણો મૂકવા સામે જનતાને ચેતવણી આપતી જાહેરાત

ભારિબેં/2015-16/378
બેંનિવિ.ક્ર.લેગ.બીસી.93/09.07.005/2015-16

21 એપ્રીલ 2016

અધ્યક્ષ / મુખ્ય કાર્યપાલક અધિકારી
ક્ષેત્રીય ગ્રામીણ બેંકો તેમજ સ્થાનીય ક્ષેત્ર બેંકો સહિત
સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો

પ્રિય મહોદય,

બેંક શાખાઓમાં સંદિગ્ધ યોજનાઓમાં થાપણો મૂકવા સામે જનતાને ચેતવણી આપતી જાહેરાત

તાજેતરના વર્ષોમાં કેટલીક નકલી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી થાપણો / રોકાણોની વિવિધ યોજનાઓ થકી જનતા સાથે છેતરપિંડી કરીને ભંડોળ એકત્ર કરી લીધાની ઘટનાઓથી આપ પરિચિત હશો. ઘણી વખત, આ યોજનાઓ સ્થાવર સંપત્તિ, કૃષિ અને અન્ય વિવિધ ઉત્પાદનોમાં રોકાણના સ્વરૂપમાં પ્રચાર કરવામાં આવે છે. તેમ છતાં, બેંકો દ્વારા જમા થાપણો ઉપર આપવામાં આવતા પ્રતિલાભની સરખામણીમાં ઘણા જ વધારે પ્રતિલાભની ઑફર આપીને આવી યોજનાઓ દ્વારા ભલી-ભોળી જનતાને નિરપવાદરૂપે લલચાવવામાં આવે છે.

2. ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં એ પણ આવેલ છ કે ગ્રાહકોને લૉટરી / પુરસ્કાર વિગેરે જીતવા સંબંધી ટેલીફોન કૉલ કરવામાં આવે છે જેમાં એમ કહેવામાં આવે છે કે કોઈ અજ્ઞાત ખાતામાં પૈસા જમા કરો અને ત્યારબાદ લૉટરીની રકમ એમને આપવામાં આવશે અથવા તેમને બતાવેલા ખાતામાં રકમ જમા આપવામાં આવશે. ગ્રાહક આવા છલપૂર્ણ સંદેશા પર વિશ્વાસ રાખીને દગાખોરોને તેમના ખાતાની વિગતો આપવા ઉપરાંત અપેક્ષિત રકમ પણ આપી દે છે.

3. અમારુ માનવું છે કે ભલા-ભોળા થાપણદારો આવી યોજનાઓના શિકાર બની રહ્યા હોવાનું મુખ્ય કારણ છે નાણાકીય સાક્ષરતાનો અભાવ અને કપટપૂર્ણ યોજનાઓ / કૉલના સંદર્ભમાં જાગૃતિનો અભાવ. આવી ઘટનાઓથી મોટા ભાગની જનતા પ્રભાવિત થતી હોવા ઉપરાંત બેંકિંગ ક્ષેત્ર પર પણ તેનો પ્રતિકૂળ પ્રભાવ પડે છે, કારણકે આવી નકલી સંસ્થાઓ દ્વારા જે નાણાનો દુરુપયોગ કરવામાં આવ્યો, તે નાણા બેંકિંગ પ્રણાલીમાં આવા જોઈતા હતા અને જેના કારણે બેંકોની થાપણોમાં વૃદ્ધિ થઈ શકી હોત.

4. ભારતીય રિઝર્વ બેંકે આવી સંદિગ્ધ યોજનાઓની બાબતમાં જાહેર જનતાને સાવધાન કરવા અને નાણાકીય સાક્ષરતાની વૃદ્ધિ કરવા તેમજ સુરક્ષિત રોકાણ અંગે જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે વિવિધ પગલાં લીધા છે. આ સંદર્ભમાં, એમ જણાય છે કે વાણિજ્યિક બેંકોનું વિસ્તૃત શાખા નેટવર્ક ભારતીય રિઝર્વ બેંકના પ્રયાસોને આગળ ધપાવવામાં ઘણી સહાય કરી શકે તેમ છે.

5. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખતા, બેંક સ્વયં પોતાના તેમજ જનતાના હિતમાં ગ્રાહક-શિક્ષણના પ્રયાસના રૂપમાં યોગ્ય પ્રકારના પોસ્ટર અથવા પત્રિકા અથવા ફ્લાયર્સ અથવા નોટિસ ડિઝાઈન કરવા પર વિચાર કરે, જેમાં નીચે મુજબના સંદેશાનો સમાવેશ થયેલ હોવો જોઈએ.

  • ઈમેલ / ફોન / અન્ય મીડિયા ના માધ્યમથી પ્રાપ્ત નાણા સંબંધી અનિચ્છનીય પ્રસ્તાવોના જવાબ કદી આપવા નહીં.

  • કોઈ પણ આપને મફતમાં પૈસા કદી નહીં આપે.

  • દેખાવે આકર્ષક અને અતિ ઉચ્ચ વળતર અંગેની ઑફરોમાં રોકાણ કરતી વખતે સાવધાન રહો.

  • અનિયંત્રિત (unregulated) કંપનીઓ / સંસ્થાઓમાં રોકાણ ન કરો.

  • સાંભળી-સંભળાયેલી વાતો ઉપર વિશ્વાસ ન કરો – પોતે જાતે તપાસ કરો.

  • વધારે વળતરનો અર્થ છે પૂરા પૈસા ડૂબવાની સંભાવના સહિત વધુ જોખમ – આપની જોખમ લેવાની શક્તિને ચકાસો.

  • આપના પૈસાની જાળવણી કરો – પૈસો કમાવો મુશ્કેલ છે પરંતુ ગુમાવો આસાન છે.

  • જ્યારે શંકા હોય તો વિશ્વાસુ નાણાકીય સલાહકારની મદદ લો.

  • કોઈ પણ સ્પષ્ટીકરણ માટે www.rbi.org.in અથવા www.sebi.gov.in અથવા www.irda.gov.in જૂઓ.

જ્યાં પણ સંભવ હોય, આ પ્રકારના સંદેશાઓ બેંકની શાખાઓમાં પ્રદર્શીત કરો યા વહેંચો (જે તે રાજ્યની રાજભાષામાં) જેથી આ સહેલાઈથી ગ્રાહકોના ધ્યાનમાં આવે. બેંકની શાખાઓ જનતાનું આવવા-જવા માટેનું સ્થાન છે, આથી આમ જનતા સુધી જાણકારી પ્રસારિત કરવામાં સરળતા રહેશે. બેંકો સ્વયંસંચાલિત ટેલર મશીનો અથવા વ્યવસાય પ્રતિનિધિ કેન્દ્ર જેવા સ્થાનોનો વિચાર પણ કરી શકે છે જ્યાંથી આવા સંદેશા ઘણા જ લોકો સુધી પહોંચી શકે છે. આ બેંક માટે પણ લાભદાયી થશે કારણકે તેમના ગ્રાહકો આવા કપટપૂર્ણ યોજનાઓ / કૉલ પ્રત્યે જાગૃત અને સતર્ક રહેશે.

6. એ બાબત ઉપર ભાર મૂકવો આવશ્યક છે કે આવા ઉપાયોને અસરકારક બનાવવા માટે તેને લગાતાર ચાલુ રાખવા જોઈએ અને તે માટે, તેની સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ સંવેદનશીલ બનાવવા જોઈએ. શાખા અધિકારીઓને તેમના ક્ષેત્રની આવી સંદિગ્ધ યોજનાઓ વિષે જો કોઈ ખાસ જાણકારી (market intelligence) હોય, તો તે ક્ષેત્રીય કાર્યાલયોને આપવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી ક્ષેત્રીય કાર્યાલય આવી જાણકારી ભારતીય રિઝર્વ બેંકના સંબંધિત ક્ષેત્રીય કાર્યાલયને સૂચિત કરી શકે.

7. અમે ભારતીય બેંક સંઘને પણ આ પરિપત્રની પ્રતિલિપિ મોકલી રહ્યા છીએ જેથી તે આ સંદેશા માટે એક સામાન્ય ડિઝાઈન વિકસાવવા ઉપર વિચાર કરે, જેને અપનાવવા / મુદ્રણ કરાવવા પર તથા ત્યારબાદ તેને પ્રદર્શીત તેમજ વિતરણ કરવા પર પ્રત્યેક બેંક વિચાર કરી શકે છે.

ભવદીય,

(રાજિંદર કુમાર)
મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?