<font face="mangal" size="3">રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈ&# - આરબીઆઈ - Reserve Bank of India
રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યો
22 સપ્ટેમ્બર 2017 રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં એક્સપોઝર ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો – યુસીબી , અંગેના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર રૂ.૧,00,000/- (રૂપિયા એક લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી, બેન્કના એ અંગેના જવાબ અને વ્યક્તિગત સુનાવણી પછી રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લાદવાની જરૂર છે. અજિત પ્રસાદ પ્રેસ્ પ્રકાશન: 2017-2018/815 |