રાની લક્ષ્મી બાઈ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, ઝાઁસી, ઉત્તર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ
માર્ચ 01, 2019 રાની લક્ષ્મી બાઈ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, ઝાઁસી, ઉત્તર પ્રદેશ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક(1)(ગ) ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં બેંકને જારી કરેલ ક્રેડિટ સૂચના કંપનીઓ (સીઆઈસી)ની સદસ્યતા, પ્રૂડેંશિયલ ઇંટર બેંક કાઉંટર પાર્ટી લિમિટ, બૉર્ડની લેખા સમિતિ, અકસ્માયત વર્ગીકરણ, પ્રાવધાનીકરણ અને અન્ય સંબંધિત બાબતો - યુસીબીસ, કેવાયસી/એ.એમ.એલ. માર્ગદર્શિકાઓ, રોકાણ વ્યવહારોની સમવર્તી લેખા પરીક્ષા સંબંધિત આરબીઆઈએ જારી કરેલ સૂચનો/માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ, માટે ₹ 5,00,000 (રૂપિયા પાંચ લાખ ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેનો બેંક તરફથી લેખિત ઉત્તર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકે આપેલા જવાબને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2075 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: