<font face="mangal" size="3">આરબીઆઈ બેંકો પાસે રહેલી બિનદાવાકૃત થાપણો (unclaimed deposits - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ બેંકો પાસે રહેલી બિનદાવાકૃત થાપણો (unclaimed deposits) માટે સાવધ રહેવાનું જણાવે છે
22 જુલાઈ 2022 આરબીઆઈ બેંકો પાસે રહેલી બિનદાવાકૃત થાપણો (unclaimed deposits) 10 વર્ષથી જે બચત / ચાલુ ખાતાઓમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવામાં નથી આવ્યો તેમાં રહેલી સિલકો (balances) અથવા બાંધી મુદતની જે થાપણો માટે પાક્યા તારીખથી 10 વર્ષ સુધીમાં કોઈ દાવો કરવામાં નથી આવ્યો તેવી થાપણોને “બિનદાવાકૃત થાપણો (unclaimed deposits)” તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવી રકમોને ભારતીય રિઝર્વ બેંક દ્વારા રાખવામાં આવતા “થાપણદાર કેળવણી અને સભાનતા (Depositor Education and Awareness (DEA)” ભંડોળ ખાતે બેંકો દ્વારા તબદીલ કરવામાં આવે છે. તેમ છતાં પણ, જે બેંકોમાં થાપણદારોએ પોતાની થાપણો રાખી હતી, તે બેંકોમાંથી તેઓ મોડેથી પણ લાગૂ પડતા વ્યાજ સાથે તે થાપણો પરત મેળવવા માટે હક્કદાર છે. તેમ છતાં પણ, બેંકો અને આરબીઆઈ દ્વારા વખતોવખત લોક જાગરૂકતા ઝૂંબેશો આદરવા બાદ પણ, બિનદાવાકૃત થાપણોની રકમો વધવાનું વલણ દર્શાવે છે. થાપણદારો જે બચત / ચાલુ ખાતાઓ ચલાવવાનો ઇરાદો નથી ધરાવતા તેવા ખાતાઓ બંધ નહીં કરાવવાને કારણે અથવા પાકી ગયેલી બાંધી મુદતની થાપણોના નાણાં પરત મેળવવા માટેના દાવા નહીં કરવાને કારણે, મોટા ભાગે બિનદાવાકૃત થાપણોનું કદ વધતું જાય છે. મૃત થાપણદારોના ખાતાઓના એવા કિસ્સા પણ છે, જેમાં તેમના નામિતો (nominees) / કાયદેસરના વારસદારો સંબંધિત બેંકોમાં પોતાનો દાવો કરવા માટે આગળ ન આવતા હોય. આવા થાપણદારો અને મૃત થાપણદારોના નામિતો (nominees) / કાયદેસરના વારસદારો પોતાની આવી થાપણોને ઓળખી શકે અને દાવો કરી શકે તે માટે તેમને મદદરૂપ થવાના હેતુથી, બેંકોએ પહેલેથી જ તેમની વેબસાઇટ પર ઓળખી શકાય તેવી વિગતો સહિત બિનદાવાકૃત થાપણોની સૂચિ મૂકેલી છે. જનતાના સદસ્યોને પોતાની આવી થાપણો ઓળખી, સંબંધિત બેંક પાસે પોતાનો દાવો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. (યોગેશ દયાલ) |