<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવ& - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે
તારીખ: 07 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે ભારતીય રિઝર્વ બેંકે , શ્રી જી. મહાલીન્ગમ દ્વારા રિઝર્વ બેંક માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના પરિણામ રૂપે, શ્રી એમ. રાજેશ્વર રાવ ની કાર્યપાલક નિદેશક તરીકે નિમણુક કરેલી છે. કાર્યપાલક નિદેશક તરીકે, શ્રી રાજેશ્વર રાવ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટીસ્ટીક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, ફાઈનાન્સિયલ માર્કેટસ ઓપરેશન્સ ડીપાર્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ ડીપાર્ટમેન્ટ સંભાળશે. કાર્યપાલક નિદેશક તરીકે નો ચાર્જ સંભાળતા પહેલાં શ્રી રાજેશ્વર રાવ ફાઈનાન્સિયલ માર્કેટસ ઓપરેશન્સ ડીપાર્ટમેન્ટ ના મુખ્ય મહા પ્રબંધક હતા. શ્રી રાજેશ્વર રાવ અર્થશાસ્ત્ર માં વિનયન સ્નાતક (BA) અને કોચીન યુનીવર્સીટી માં થી વાણિજ્ય સંચાલન માં અનુસ્નાતક (MBA) ની પદવી ધરાવે છે. તેઓ ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ બેન્કર્સ ના સર્ટીફાઇડ એસોસિયેટ પણ છે. શ્રી રાજેશ્વર રાવ 1984 માં ભારતીય રિઝર્વ બેંક માં જોડાયા અને મધ્યસ્થ બેન્કર તરીકે ની કારકીર્દી રૂપે મધ્યસ્થ બેંક ના કાર્યો ના વિવિધ પાસાઓ નો અનુભવ છે. અગાઉ તેમણે રિસ્ક મોનીટરીંગ ડીપાર્ટમેન્ટ નો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ન્યૂ દિલ્હી ના બેંકિંગ લોકપાલ તરીકે અને રિઝર્વ બેંક ના અમદાવાદ, હૈદ્રાબાદ, ચેન્નાઈ અને ન્યૂ દિલ્હી ના પ્રાદેશિક કાર્યાલયો માં ફરજ બજાવેલ છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1127 |