<font face="mangal" size="3">આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રē - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે
જૂન 01, 2017 આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે આરબીઆઈએ 31 મે, 2017 ના રોજ શ્રી ચંદન સિંહા ની સ્વૈચ્છિક નિવૃત્તિના પગલે, શ્રી એસ. ગણેશ કુમારને નવા એકઝીકયુટીવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી એસ. ગણેશ કુમારે આજરોજ કાર્યભાર સાંભળ્યો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ની રૂએ શ્રી ગણેશ કુમાર માહિતી ટેકનોલોજી વિભાગ, ચુકવણી અને સેટલમેન્ટ કાર્યપ્રણાલી (payment and settlement systems) અને વિદેશી રોકાણો અને તેની કામગીરી જેવા વિભાગો સંભાળશે. શ્રી ગણેશ કુમારે કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલીજી માં થી બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ (અનુસ્નાતક) કર્યું છે અને તેઓ કાયદો અને બેન્કિંગમાં ડિપ્લોમા ઉપરાંત આઈઆઈએમ,બેંગલોર નો મનેજમેંટ ડિપ્લોમા પણ ધરાવે છે. શ્રી ગણેશ કુમાર 1984 માં રિઝર્વ બેંકમાં જોડાયા હતા અને બેન્ક માં કેન્દ્રીય બેન્કર તરીકે ની તેમની કારકિર્દી દરમ્યાન તેમણે ચુકવણી સિસ્ટમ, સુપરવિઝન, વિદેશી મુદ્રા, માહિતી ટેકનોલોજી અને સરકારી બેંક એકાઉન્ટ્સ જેવા ક્ષેત્રો માં સેવાઓ આપી હતી. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી ગણેશ કુમાર ને પ્રમોટ કરવામાં આવ્યા તે પહેલાં તેઓ રિઝર્વ બેંકમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી ના ચીફ જનરલ મેનેજર-ઇન-ચાર્જ હતા. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન : 2016-2017/3249 |