<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી નē - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે શ્રી યુ. એસ. પાલીવાલ કે જે 31 ડીસેમ્બર 2016 ના રોજ નિવૃત્ત થયા તેમની વય નિવૃત્તિ ના પરિણામ સ્વરૂપ ભારતીય રિઝર્વ બેન્કે શ્રીમતી સુરેખા મરાન્ડી ની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર (ઇડી) તરીકે નિમણુંક કરેલી છે. શ્રીમતી મરાન્ડી એ 02 જાન્યુઆરી 2017 થી કાર્યભાર સંભાળ્યો. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે, શ્રીમતી મરાન્ડી ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ તથા સેક્રેટરી ડીપાર્ટમેન્ટ સંભાળશે. તેમણે યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા ના બોર્ડમાં પણ સેવા આપેલી છે. ઇડી તરીકે ની પદોન્નતિ પહેલાં, શ્રીમતી મરાન્ડી રિઝર્વ બેંક માં પ્રધાન મુખ્ય મહાપ્રબંધક અને ચીફ વિજીલન્સ ઓફિસર હતા. શ્રીમતી મરાન્ડી એ રિઝર્વ બેંક માં ત્રણ દાયકા ના સમય ગાળામાં વિનિયમન અને પર્યવેક્ષણ, વિત્તીય સમાવેશ અને વિકાસ તથા માનવ સંસાધન પ્રબંધન જેવા ક્ષેત્રો માં ફરજ બજાવેલી છે. શ્રીમતી મરાન્ડી જાધવપુર યુનીવર્સીટી માંથી અનુ સ્નાતક ની પદવી ધરાવે છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1757 |