ડી બી એસ બેંક લી, ઈન્ડીયા અને ડી બી એસ બેંક ઈન્ડીયા લી. નાં વિલીનીકરણને આર બી આઈ ની મંજૂરી
ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૯ ડી બી એસ બેંક લી, ઈન્ડીયા અને ડી બી એસ બેંક ઈન્ડીયા લી. નાં વિલીનીકરણને ડી બી એસ બેંક ઈન્ડીયા લી. જેને બેંકીંગ વ્યવસાય માટે ભારતીય રિઝર્વ બેંકે પરવાનગી આપેલ છે તેની ડી બી એસ બેંક લી., ઈન્ડીયા સાથેની વિલીનીકરણની યોજનાને, બેંકીંગ નિયમન ધારા, ૧૯૪૯ નાં વિભાગ ૨૨ (૧) મુજબ પૂર્ણત: સ્વાધિકૃત સહાયક સંસ્થાને પરવાનગી આપી છે. આ યોજના માર્ચ ૦૧, ૨૦૧૯ થી અમલમાં આવશે. ડી બી એસ બેંક લી. ની તમામ શાખાઓ, માર્ચ ૦૧, ૨૦૧૯ થી ડી બી એસ બેંક ઈન્ડીયા લીમીટેડ ની શાખાઓ તરીકે કાર્ય કરશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : ૨૦૧૮-૨૦૧૯/૨૦૬૪ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: