<font face="mangal" size="3px">આરબીઆઈ એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિય - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ સાથેના એકીકરણ/ સંયોજનને મંજૂર કરે છે
01 ડીસેમ્બર 2018 આરબીઆઈ એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ સાથેના ભારતીય રિઝર્વ બેન્કે એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના સમગ્ર ઉપક્રમને એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ, જેને રિઝર્વ બેન્કે ભારતમાં તેની Wholly Owned Subsidiary (WOS) મોડ મારફતે બેન્કીંગનો કારોબાર (ધંધો) કરવા માટે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22 (1) અંતર્ગત લાયસન્સ આપેલ છે, તેની સાથે એકીકરણ/સંયોજનની યોજનાને મંજૂર કરેલ છે. આ યોજના બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 44A ના ખંડ (4)માં સમાવિષ્ટ સત્તાઓનો ઉપયોગ કરીને મંજૂર કરવામાં આવેલી છે. આ યોજના 01 ડીસેમ્બર 2018થી અમલમાં આવશે. એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડની ભારતમાં આવેલી તમામ શાખાઓ 01 ડીસેમ્બર 2018થી એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડની શાખાઓ તરીકે કાર્ય કરશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1267 |