RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503275

ભારતીય રિઝર્વ બેંકે બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ નું લાઇસન્સ રદ્દ કર્યું.

૪ જુલાઈ ૨૦૧૮

ભારતીય રિઝર્વ બેંકે બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ નું લાઇસન્સ રદ્દ કર્યું.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ એ) ૨૬ જુન ૨૦૧૮ ના આદેશ મુજબ ૩ જુલાઈ ૨૦૧૮ના રોજ કારોબાર ની સમાપ્તિ થી અસરમાં બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટે બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશનું લાઇસન્સ રદ કર્યું છે. સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર, ઉત્તરપ્રદેશ ને પણ બેંકનો કારોબાર સમાપ્ત કરવા આદેશ જારી કરવા તથા બેંક માટે ફડચા અધિકારી (લીક્વીડેટરની) ની નિમણુંક કરવાની વિનંતી કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંકે આ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે :

  1. બેંક પાસે પૂરતી મૂડી અને આવક સંભાવના નથી. આ રીતે તે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૨૨ (૩) (ડી) અને કલમ ૧૧(૧) ની જોગવાઈઓનું પાલન કરતી નથી.

  2. બેંક તેના વર્તમાન અને ભવિષ્યના થાપણદારોને, જ્યારે જ્યારે તેમના દાવાઓ ઉપાર્જિત થાય ત્યારે સંપૂર્ણ ચૂકવણી કરવાની સ્થિતિમાં નથી અને આમ બેંક બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૨૨ (૩) (એ) માં ઉલ્લેખિત શરતનું પાલન કરતી નથી.

  3. બેંક દ્વારા થઇ રહેલી પ્રવૃત્તિઓ તેના વર્તમાન અને ભવિષ્યના થાપણદારોના હિતને નુકસાનકારક છે અને આથી બેંક બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૨૨ (૩) (બી) માં ઉલ્લેખિત શરતનું પાલન કરતી નથી.

  4. પર્યાપ્ત સમય અને તક આપવામાં આવી છતાં પણ બેંકે તેની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે કોઈ ગંભીર પ્રયાસો કર્યા નથી તથા ૩૧ માર્ચ ૨૦૧૪, ૩૧ માર્ચ ૨૦૧૫, ૩૧ માર્ચ ૨૦૧૬ તથા ૩૧ માર્ચ ૨૦૧૭ ના રોજની નાણાંકીય સ્થિતિ સંદર્ભે કરવામાં આવેલા નિરીક્ષણો દરમિયાન ધ્યાનમાં આવ્યું છે તે મુજબ બેંકની નાણાંકીય સ્થિતિ સતત બગડતી રહી છે. બેંકની વર્તમાન નાણાંકીય સ્થિતિમાં તેના પુનરુદ્ધાર માટે કોઈ અવકાશ નથી અને તેથી અધિનિયમની કલમ ૨૨(૩) (સી) માં ઉલ્લેખિત શરતોનું બેંક પાલન કરતી નથી.

  5. અધિનિયમ ની કલમ ૨૨ (૩) (ઇ) માં સ્પષ્ટ કર્યા મુજબ બેંકિંગ ચાલુ રાખવા માટે બેંકને મંજૂરી પ્રદાન કરવાથી કોઈ ઉપયોગી હેતુ સિદ્ધ નહિ થાય. સાચું કહીએ તો, જો બેંકને તેના બેંકિંગ વ્યવસાયને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિતને પ્રતિકૂળ અસર થશે.

લાયસન્સ રદ કરવાના પરિણામે, બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ પર 'બેંકિંગ'ના વ્યવસાયનું સંચાલન કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે જેમાં બેંકિંગ વિનિયમ અધિનિયમ,૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૫(બી) માં વ્યાખ્યાયિત થાપણોની સ્વીકૃતિ તથા થાપણોની ચુકવણી શામેલ છે

લાઇસન્સ રદ્દીકરણ અને લીક્વીડેશન (ફડચા) કાર્યવાહી શરૂ કરવા સાથે, ડીઆઈસીજીસી અધિનિયમ,૧૯૬૧ મુજબ બ્રહ્માવર્ત કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશના થાપણદારોને ચુકવણી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. લીક્વીડેશન થવા પર, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) પાસેથી સામાન્ય નિયમો અને શરતો અનુસાર તેની / તેણીની થાપણોની ૧,૦૦,૦૦૦/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની નાણાંકીય મર્યાદા સુધી પરત ચુકવણી માટે હકદાર છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન: 2018-2019/25

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?