<font face="mangal" size="3">રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરે - આરબીઆઈ - Reserve Bank of India
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું
૩૧ ઓગસ્ટ ૨૦૧૭ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આર.બી.આઈ.) એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 22 સહિત બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 અનુસાર તારીખ 11 ઓગસ્ટ 2017 ના આદેશ અનુસાર હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., હરદોઈ, ઉત્તર પ્રદેશનું બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવા અંગેનું લાઇસન્સ તારીખ 30 ઓગસ્ટ, 2017 ના રોજ, કારોબારની સમાપ્તિથી રદ કરવામાં આવેલ છે. આથી, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 5 (બી) માં વ્યાખ્યાયિત ડિપોઝિટ સ્વીકાર / પુનઃ ચુકવણી સહીત, 'બૅન્કિંગ' વ્યવસાય કરવા માટે તાત્કાલિક અસરથી બેન્કને પ્રતિબાધિત કરવામાં આવે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/587 |