RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503333

આરબીઆઈ બનાવટી ઈ-મેલ વિષે ચેતવણી આપે છે

તારીખ: 04 જુલાઈ 2018

આરબીઆઈ બનાવટી ઈ-મેલ વિષે ચેતવણી આપે છે

ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે આરબીઆઈના નામનો ઉપયોગ કરતા અને સામાન્ય જનતાને છેતરતા અનૈતિક તત્વોની પ્રવૃત્તિઓ વિષે ભારપૂર્વક પુન:ઉચ્ચારણ કરે છે. આવા તત્વો આરબીઆઈના બનાવટી લેટર હેડ નો ઉપયોગ કરે છે, આરબીઆઈના કર્મચારીઓ હોવાનો સ્વાંગ ધારણ કરીને ઈ-મેલ મોકલે છે અને લોકોને બનાવટી ઓફરો / લોટરીમાં જીત / વિદેશમાંથી વિદેશી ચલણમાં સસ્તું ફંડ મોકલવાનું પ્રલોભન આપે છે. લક્ષાંકિત જનતાને કરન્સી પ્રોસેસિંગ ફી, વિદેશી ચલણ રૂપાંતર ફી, પૂર્વચૂકવણી વગેરે સ્વરૂપે નાણા આપવાની ફરજ પાડે છે. આરબીઆઈ તેના “જાહેરજનતા જાગરૂકતા અભિયાન” ના ભાગ રૂપે વિવિધ પદ્ધતિઓ જેવી કે જાહેર જનતાના સભ્યોને એસએમએસ મોકલવા, આઉટડોર જાહેરાત આપવી અને જાગરૂકતા માટે ફિલ્મો પ્રદર્શિત કરવી વગેરે દ્વારા બનાવટી ઈ-મેલ પર જાગૃતિ ફેલાવી રહેલ છે.

આરબીઆઈ નીચેનાનું પુન:ઉચ્ચારણ કરે છે:

  • આરબીઆઈ વ્યક્તિઓ માટે કોઇપણ ખાતા રાખતી નથી

  • આરબીઆઈના અધિકારીઓના નામોનો સ્વાંગ ધારણ કરનારાઓથી સાવધાન

  • આરબીઆઈમાંથી કોઇપણ વ્યક્તિ લોકોને લોટરીમાં જીત / વિદેશમાંથી પ્રાપ્ત ફંડ વિષે ફોન કરતી નથી

  • આરબીઆઈ લોટરી ફંડના એવોર્ડની સૂચના આપતા કોઇપણ પ્રકારના ઈ-મેલ મોકલતી નથી

  • આરબીઆઈ લોટરીની જીત અથવા વિદેશમાંથી પ્રાપ્ત ફંડ અંગેની બનાવટી ઓફરો વિષે સૂચના આપવા માટે કોઇપણ પ્રકારના એસએમએસ અથવા પત્ર અથવા ઈ-મેલ મોકલતી નથી

  • ભારતીય રિઝર્વ બેન્કની એક માત્ર સત્તાવાર અને સાચી વેબ-સાઈટ (/en/web/rbi અથવા /en/web/rbi) છે અને જાહેર જનતાના સભ્યોને સતર્ક રહેવાની અને બનાવટી લોગો સાથે ‘Reserve Bank‘, ‘RBI’ વગેરેથી શરુ થતા એક સરખા સરનામાં વાળી બનાવટી વેબ-સાઈટથી ગેરમાર્ગે નહી દોરાવવાની સલાહ આપવામાં આવે છે.

  • આવા પ્રપંચ/ છેતરપીંડી વિષે સ્થાનિક પોલીસ અથવા સાયબર ગુન્હાના સત્તાવાળાઓને તાત્કાલિક જાણ કરવી

જાહેર જનતાના સભ્યોને આવા લોકો / એકમો તરફથી મળતા સંદેશા વ્યવહારનો પ્રત્યુત્તર નહી આપવાની અને આરબીઆઈના નામના કપટયુક્ત ઈ-મેલનો શિકાર નહી બનવાની સલાહ આપવામાં આવે છે.

જોશ જે. કત્તૂર
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2018-2019/34

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?