<font face="mangal" size="3">આરબીઆઈ અનધિકૃત ફોરેકસ ટ્રેડીંગ પ્લેટફોર્મ વ - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ અનધિકૃત ફોરેકસ ટ્રેડીંગ પ્લેટફોર્મ વિરુદ્ધ ચેતવણી આપે છે
03 ફેબ્રુઆરી 2022 આરબીઆઈ અનધિકૃત ફોરેકસ ટ્રેડીંગ પ્લેટફોર્મ વિરુદ્ધ ચેતવણી આપે છે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, સર્ચ એન્જિન, ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ્સ, ગેમિંગ એપ્સ અને તેના જેવા અન્ય પ્લેટફોર્મ પર ભારતીય રહેવાસીઓને ફોરેક્સ ટ્રેડિંગ સુવિધાઓ ઓફર કરતી અનધિકૃત ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ (ETPs) ની ગેરમાર્ગે દોરતી જાહેરાતોની નોંધ લીધેલી છે. એવા પણ અહેવાલો છે કે આવા ETPs એજન્ટોને રોકે છે કે જેઓ ફોરેક્સ ટ્રેડિંગ/રોકાણ યોજનાઓ હાથ ધરવા માટે ભોળા લોકોનો વ્યક્તિગત રીતે સંપર્ક કરે છે અને તેમને અપ્રમાણસર/અતિશય વળતરના વચનો આપીને લલચાવે છે. વધુમાં, આવા અનધિકૃત ETPs/પોર્ટલ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી અને આવા વેપાર/યોજનાઓ દ્વારા ઘણા રહેવાસીઓએ નાણાં ગુમાવ્યા હોવાના અહેવાલો છે. આથી, સ્પષ્ટતા કરવામાં આવે છે કે નિવાસી વ્યક્તિઓ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA) ના સંદર્ભમાં, માત્ર અધિકૃત વ્યક્તિઓ સાથે જ અને પરવાનગી આપેલા હેતુઓ માટે ફોરેક્સ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જ્યારે પરવાનગી આપવામાં આવેલ ફોરેક્સ ટ્રાન્ઝેક્શન્સ ઈલેક્ટ્રોનિક રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે, પરંતુ તે ફક્ત આરબીઆઈ દ્વારા આ હેતુ માટે અધિકૃત ETPs અથવા માન્ય સ્ટોક એક્સચેન્જો (નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ., બીએસઈ લિમિટેડ અને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ) પર જ, આરબીઆઈ દ્વારા સમય સમય પર નિર્દિષ્ટ કરાયેલ શરતો પ્રમાણે હાથ ધરાયેલા હોવા જોઈએ. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે FEMA હેઠળ બનાવવામાં આવેલી લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશી એક્સચેન્જો / વિદેશી પ્રતિપક્ષોને માર્જિન માટેના પ્રેષણોને મંજૂરી નથી. આરબીઆઈની વેબસાઈટ પર અધિકૃત વ્યક્તિઓ અને અધિકૃત ETPsની યાદી ઉપલબ્ધ છે. લોકોના સામાન્ય માર્ગદર્શન માટે ફોરેક્સ વ્યવહારો પર વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)નો સમૂહ પણ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. આરબીઆઈ જાહેર જનતાને ચેતવણી આપે છે કે તેઓ અનધિકૃત ETPs પર ફોરેક્સ વ્યવહારો ન કરે અથવા આવા અનધિકૃત વ્યવહારો માટે નાણાં ન મોકલે /જમા ન કરે. FEMA હેઠળ પરવાનગી સિવાયના અન્ય હેતુઓ માટે અથવા આરબીઆઈ દ્વારા અધિકૃત ન હોય તેવા ETPs પર ફોરેક્સ ટ્રાન્ઝેક્શન કરતી રહેવાસી વ્યક્તિઓ FEMA હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી માટે જવાબદાર ગણાશે. (યોગેશ દયાલ) પ્રેસ પ્રકાશન: 2021-2022/1660 |