આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે તેના તારીખ 24 ડીસેમ્બર 2013 ના પ્રેસ પ્રકાશન દ્વારા બીટકોઈન સહિત ની વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ, ધારણકરનારાઓ અને વેપારીઓ ને સંભવિત નાણાકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો કે જેનો તેઓ સામનો કરી રહ્યા છે તેના વિષે ચેતવણી આપેલી હતી. ભારતીય રિઝર્વ બેંક જણાવે છે કે તેણે કોઇપણ સંસ્થા / કંપની ને આવી યોજનાઓ ના સંચાલન અથવા બિટકોઇન કે અન્ય કોઈ વર્ચ્યુઅલ કરન્સી ના વેપાર માટે કોઇપણ પ્રકાર નું લાયસન્સ / અધિકાર આપેલ નથી. આથી, વર્ચ્યુઅલ કરન્સી નો વ્યવહાર/ વેપાર કરતા કોઇપણ વપરાશકર્તા, ધારણકર્તા, રોકાણકાર, વેપારી વગેરે તેમના પોતાના જોખમે તેમ કરી શકશે. જોસ જે. કત્તુર પ્રેસ પ્રકાશન: 2016-2017/2054 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: