<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંđ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક
નવેમ્બર 19, 2018 ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કેન્દ્રીય બોર્ડની આજે મુંબઈમાં બેઠક થઈ અને તેમાં બેસલ વિનિયમનકારી મૂડી માળખું, દબાવગ્રસ્ત એમએસએમઈસના માટે પુન:સંરચના યોજના, શીઘ્ર સુધારાત્મક કાર્યવાહી (પીસીએ) માળખા અંતર્ગત બેંકોની સ્થિતિ અને ભારતીય રિઝર્વ બેંકના આર્થિક મૂડી માળખા (ઈસીએફ) પર ચર્ચા થઈ. બોર્ડે ઈસીએફનું પરીક્ષણ કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિની રચના કરવા માટે નિર્ણય લીધો જેના સભ્યપદ અને વિચારાર્થ વિષયો અંગેનો નિર્ધાર ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવશે. બોર્ડે એમ પણ જણાવ્યં કે ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આવશ્યક શરતોને આધીન ₹ 250 મિલિયન સુધીની સમગ્ર ઋણ સુવિધાવાળા એમએસએમઈ ઉધારકર્તાઓની દબાવગ્રસ્ત માનક અસ્કમાયતોની પુન:સંરચના યોજના પર વિચાર કરવો જોઈએ. સીઆરએઆરને 9 ટકા પર રાખવાનો નિર્ણય લેતાં બોર્ડે એ બાબત પર સંમતિ આપી કે મૂડી સંરક્ષણ બફર (સીસીબી) ના અંતર્ગત 0.625 ટકાના અંતિમ હિસ્સાને કાર્યાન્વિત કરવા માટે અંતરણ અવધિનો વિસ્તાર એક વર્ષ સુધી અર્થાત માર્ચ 31, 2020 સુધી કરવો. પીસીએ અંતર્ગત રહેલી બેંકોના સંબંધમાં એમ નિર્ણય લેવામાં આવ્યો કે આ મામલાની તપાસ ભારતીય રિઝર્વ બેંકના વિત્તિય પર્યવેક્ષણ બોર્ડ (બીએફએસ) દ્વારા કરવામાં આવશે. જોસ જે. કટ્ટૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/1165 |