<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંđ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક
ડીસેમ્બર 14, 2018 ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કેન્દ્રીય બોર્ડની બેઠક આજે શ્રી શક્તિકાન્ત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકની અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં થઈ. કેન્દ્રીય બોર્ડે ડૉ. ઉર્જિત આર. પટેલ દ્વારા બેંકના ગવર્નર અને ઉપ ગવર્નર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલી મૂલ્યવાન સેવાઓની સરાહના કરી. બોર્ડે રિઝર્વ બેંકના શાસન માળખા પર વિચાર-વિમર્શ કર્યો અને એમ નિર્ણય લેવામાં આવ્યો કે આ બાબતે વધુ તપાસ કરવાની આવશ્યકતા છે. બોર્ડે, બીજી બાબતોની સાથે સાથે, વર્તમાન આર્થિક સ્થિતિ, વૈશ્વિક તેમજ ઘરેલૂ પડકારો, અર્થવ્યવસ્થા માટે ચલનિધિ અને ઋણ વિતરણ સંબંધિત બાબતો, મુદ્રા પ્રબંધન અને વિત્તિય સાક્ષરતા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરી. ભારતમાં બેંકિંગનું વલણ અને પ્રગતિ પર ડ્રાફ્ટ રિપોર્ટ (2017-18) પર પણ ચર્ચા કરવામાં આવી. જોસ જે. કટ્ટૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/1375 |