રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ નું એક યુનિટ છે, પણ જે ભારતીય રિઝર્વ બેંક ના અંકુશ હેઠળ નું યુનિટ નથી. આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેન્કે પોતાનો કોઈ ઓફિસર બેંક નોટ પ્રેસ, દેવાસમાં નિયુક્ત કરેલ નથી. આમ, આ પર થી એ ફલિત થાય છેકે પ્રસ્તુત કરેલ રીપોર્ટ એ તથ્યો પર આધારિત નથી. રીઝર્વે બેંક ખેદ સહીત ઉલ્લેખ કરેછે કે સમાચાર-રીપોર્ટ પબ્લિશ કરતા પહેલા તથ્યોની તપાસ કરવામાં આવેલ નહતી. જોશ જે કટટુર પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦૧૮/૧૯૯૧ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: