આરબીઆઈ એ નવોદય અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશોનો સમયગાળો 15 જાન્યુઆરી 2018 સુધી લંબાવ્યો
18 ઓક્ટોબર 2017 આરબીઆઈ એ નવોદય અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશોનો સમયગાળો 15 જાન્યુઆરી 2018 સુધી લંબાવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, નવોદય અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ જારી કરેલ નિર્દેશોનો સમય વધુ ત્રણ મહિના માટે લંબાવ્યો છે. આ નિર્દેશો હવે 15 જાન્યુઆરી 2018 સુધી માન્ય છે, જે સમીક્ષાધીન હશે. આ સૂચનાઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી) ની કલમ 35 A ની પેટા કલમ (1) હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને જારી કરવામાં આવી હતી. આ નિર્દેશોની નકલ હિત ધરાવતા પ્રજાજનો નાં અવલોકાનાર્થે બેંક પરિસરમાં પ્રદર્શિત થયેલ છે. રિઝર્વ બૅંક દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનો અર્થ આપમેળે એવો થવો જોઈએ નહીં કે રિઝર્વ બૅકે ઉક્ત બૅન્કનું લાઇસન્સ રદ કરેલ છે. બેંક તેની નાણાકીય સ્થિતિ સુધરે ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેન્કિંગ વ્યવસાય કરવાનું ચાલુ રાખશે. ભારતીય રિઝર્વ બેંક સંજોગોના આધારે આ સૂચનાઓમાં ફેરફારો કરવા વિચારી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/1080 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: