ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો ની અવધિ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધી લંબાવી છે
૧૬ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો ની અવધિ ૧૫ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને આ પહેલા જારી કરેલ નિર્દેશોની અવધિ વધુ ત્રણ મહિના સુધી વધારી છે. હવે આ નિર્દેશો સમીક્ષાને આધીન, તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધી માન્ય રહેશે. ઉક્ત નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ ની ઉપ કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવ્યા હતાં. નિર્દેશો ની એક નકલ સંબંધિત લોકોના અવલોકનાર્થે બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનો આપમેળે એવો અર્થ ન થવો જોઈએ કે રિઝર્વ બેંકે બેંકિંગ લાઈસેન્સ રદ્દ કરી દીધું છે. બેંક તેની નાણાંકીય સ્થિતિ સુધરે ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. રિઝર્વ બેંક સંજોગો ના આધારે આ નિર્દેશોમાં ફેરફાર કરવા વિચારી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/142 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: