<font face="mangal" size="3">શ્રી ગણેશ સહકારી બેંક લીમીટેડ, નાશિક, મહારાષ્ - આરબીઆઈ - Reserve Bank of India
શ્રી ગણેશ સહકારી બેંક લીમીટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ આરબીઆઇ ડાયરેકશન્સ આગળ 29 ડીસેમ્બર 2018 સુધી લંબાવવામાં આવ્યા
તારીખ: 03 ઓકટોબર 2018 શ્રી ગણેશ સહકારી બેંક લીમીટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ આરબીઆઇ ડાયરેકશન્સ આગળ 29 ડીસેમ્બર 2018 સુધી લંબાવવામાં આવ્યા ભારતીય રિઝર્વ બેન્કે (તારીખ 27 સપ્ટેમ્બર 2018ના ડાયરેકટીવ ડીસીબીઆર. સીઓ. એઆઈડી.-13/12.22.435/2018-19 દ્વારા) અગાઉ શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિકને જારી કરેલ ડાયરેકશન્સ વધુ ત્રણ માસના સમય ગાળા માટે લંબાવેલ છે. આ ડાયરેકશન્સ હવે, સમીક્ષાને આધીન, 29 ડીસેમ્બર 2018 સુધી વૈદ્ય છે. આ ડાયરેકશન્સ (નિર્દેશો), ભારતીય રિઝર્વ બેંકને બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ)ની કલમ 35A ની પેટા કલમ (1) અંતર્ગત મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવવામાં આવ્યા હતા. ડાયરેકશન્સ (નિર્દેશો)ની એક નકલ જાહેરજનતાના રસ ધરાવતા સભ્યોના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/779 |