<font face="mangal" size="3">આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુ - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે સહકાર પત્ર ને અમલમાં મુકે છે
13 જૂન, 2017 આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ આજે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે, સહકાર પત્ર, લેટર ઓફ કોઓપરેશન (LoC) અમલમાં મુક્યો છે. એલઓસી (LoC) ને ઝેક નેશનલ બેન્ક વતી વાઇસ ગવર્નર શ્રી વ્લાદિમીર તોમસિક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વતી શ્રી એસ એસ મુન્દ્રા, ડેપ્યુટી ગવર્નર, દ્વારા મુંબઈમાં રિઝર્વ બેન્કની સેન્ટ્રલ ઓફિસમાં અમલમાં મુકવામાં આવ્યો હતો. હીઝ એક્ષેલંસી, શ્રી મિલાન હોવર્કા, ઝેક રીપબ્લીક ના ભારત ખાતેના રાજદૂતે આ પ્રસંગ શોભાવ્યો હતો. વધુ સહકાર ને પ્રોત્સાહન આપવા માટે અને સુપરવાઇઝરી માહિતી શેર કરવા માટે રિઝર્વ બૅંકે ઘણા દેશોનાં નિરીક્ષકો સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ, સહકાર પત્ર (LoC) અને સહકાર નિવેદન (statement of co-operation) સ્થાપિત કર્યા છે. આ સાથે, આરબીઆઇએ આવા 40 સમજૂતી કરાર (MoU), બે સહકારના પત્રો અને એક સહકાર નિવેદન પર સહી કરેલ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/3362 |