ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો 4 એપ્રિલ 2017 સુધી લંબાવે છે.
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો ભારતીય રીઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરજનતાના હિતમાં ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશોની વૈધતા વધુ છ માસના સમય માટે લંબાવવી જરૂરી છે. તે મુજબ, ભારતીય રીઝર્વ બેંક, સમિક્ષા ને આધીન, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ તેને મળેલ સત્તા અન્વયે નિર્દેશ આપે છે કે ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને 4 એપ્રિલ 2016 ના કામકાજ ના અંત થી જારી કરેલ નિર્દેશો તારીખ 4 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લાગુ પડવાનું ચાલુ રહેશે. સંદર્ભ હેઠળના નિર્દેશોની અન્ય શરતો યથાવત રહેશે. તારીખ 30 સપ્ટેમ્બર 2016 ના નિર્દેશોની એક નકલ બેંકના મકાનમાં જાહેર્જન્ન્તાના અવલોકન માટે પ્રદર્શિત કરવામાં આવશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત: 2016 – 2017/865 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: