<font face="mangal" size="3">આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગ - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે
તારીખ: 04 જાન્યુઆરી 2017 આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરહિત માં, અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, ત્યાર પછીના નિર્દેશો સાથે વંચાણમાં લેતાં, અંતિમ તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ ના અમલ નો સમય ગાળો વધુ છ માસ ના સમય માટે લંબાવવો જરૂરી છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ ભારતીય રીઝર્વ બેંક તેને મળેલ સત્તા અંતર્ગત નિર્દેશ આપે છે કે અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, સમય સમય પર સુધાર્યા પ્રમાણે, કે જેની વૈધ્યતા છેલ્લે 04 જાન્યુઆરી 2017 સુધી લંબાવવામાં આવેલી તે, સમીક્ષા ને અધીન, બેંક ને 05 જાન્યુઆરી 2017 થી 04 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લાગુ પડવાનું ચાલુ રહેશે. સંદર્ભ હેઠળ ના નિર્દેશ ની અન્ય શરતો યથાવત રહેશે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન:2016-2017/1774 |