<font face="mangal" size="3">આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટē - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: માર્ચ 09, 2017 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ સપ્ટેમ્બર 8, 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. આ ઉપરાંત્ત, તારીખ ડિસેમ્બર 26, 2016 ના નિર્દેશ દ્વારા, કેટલીક શરતો ને આધીન, બેંકને લોન નું ડીપોઝિટ સામે સમાયોજન કરવાની તેમજ નિયમિત (સ્ટાન્ડર્ડ) કેશ ક્રેડિટ ખાતા નું નવીકરણ કરવા ની પરવાનગી આપવામાં આવી હતી. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અમારા તારીખ સપ્ટેમ્બર 8, 2015 ના નિર્દેશ નો અમલ, તારીખ માર્ચ 03, 2016, ઓગસ્ટ 25, 2016 અને ડિસેમ્બર 26, 2016 ના નિર્દેશો સાથે વાંચતાં, વધુ છ માસ માટે માર્ચ 10, 2017 થી સપ્ટેમ્બર 09, 2007 સુધી અમારા તારીખ માર્ચ 07, 2017 ના નિર્દેશ દ્વારા લંબાવવામાં આવે છે . સંદર્ભ હેઠળ ના નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો યથાવત રહેશે. ઉપરના સુધારા ને સૂચિત કરતા તારીખ માર્ચ 07, 2017 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતા ના અવલોકન માટે બેંક ના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક ના ઉપરોક્ત વધારા નું એવું અર્થઘટન સૂચવતો નથી કે બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. અનિરુદ્ધા ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2016-2017/2401 |