આરબીઆઇ દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુન 16, 2017 આરબીઆઇ દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં વધુ 4 મહિનાનો વધારો કરેલ છે. સમિક્ષા કર્યા બાદ હવે આ નિર્દેશો 15 ઓક્ટોબર ૨૦૧૭ સુધી માન્ય રહેશે. અગાઉ બેંક તારીખ 16 માર્ચ 2017 થી 15 જુન 2017 સુધી નિર્દેશો હેઠળ હતી. ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો લાદવામાં આવેલ હતા. જનતા ના રસ ધરાવતા સભ્યો ના અવલોકન માટે આ નિર્દેશો ની નકલ બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા ઇસ્યુ કરેલા નિર્દેશો નો મતલબ એ નથી કે રિઝર્વ બેંકે, આ બેંક નું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેની નાણાકીય સ્થિતિ માં સુધારો ન થાય ત્યાં સુધી પ્રતિબંધ સાથે બેન્કિંગ નો ધંધો ચાલુ રાખી શકશે. રિઝર્વ બેંક સંજોગો ને અધીન આ નિર્દેશો માં સુધારા કરી શકે છે. અનિરુદ્ધ ડી. જાદવ પ્રેસ જાહેરાત : 2016-2017/3403 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: