આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 20 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, તેના 16 ફેબ્રુઆરી 2017 ના નિર્દેશ દ્વારા રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ છ માસ ના સમય ગાળા માટે 22 ફેબ્રુઆરી 2017 થી 21 ઓગસ્ટ 2017 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને છ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા બે વાર પ્રત્યેક ત્રણ માસ ના સમય ગાળા માટે લંબાવેલા હતા. છેલ્લો મુદત વધારો 22 ઓગસ્ટ 2016 થી 21 ફેબ્રુઆરી 2017 સુધી છ માસ ના સમય ગાળા માટે હતો. આ નિર્દેશો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં કલમ 35A ની પેટા કલમ (1) અન્વયે ભારતીય રિઝર્વ બેંક ને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને લગાવવામાં આવ્યા હતા. આ નિર્દેશ ની એક નકલ રસ ધરાવતા જાહેર જનતા ના સભ્યો ની જાણ માટે બેંક ના મકાન માં પ્રદર્શિત કરવામાં આવી છે. રિઝર્વ બેંક દ્વારા નિર્દેશો જારી કરવા નું અર્થઘટન રિઝર્વ બેંક દ્વારા લાયસન્સ ના રદ્દીકરણ તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાકીય સ્થિતિ માં સુધારો થાય ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેન્કિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. સંજોગો ને આધિન રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારો કરવાનું વિચારી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2245 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: