<font face="mangal" size="3">આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જ&# - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ ડાયરેકશન્સ (નિર્દેશો) લંબાવે છે
તારીખ: 03 સપ્ટેમ્બર 2018 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ ડાયરેકશન્સ (નિર્દેશો) લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે (તારીખ 28 ઓગસ્ટ 2018ના ડાયરેકટીવ ડીસીબીઆર. સીઓ. એઆઈડી.-11/12.22.218/2018-19 દ્વારા) રૂપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પૂણે, મહારાષ્ટ્રને જારી કરેલ ડાયરેકશન્સ, સમીક્ષાને આધીન, 01 સપ્ટેમ્બર 2018 થી 30 નવેમ્બર 2018 સુધી વધુ ત્રણ માસના સમય ગાળા માટે લંબાવેલ છે. મૂળભૂત રીતે, આ ડાયરેકશન્સ 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવવામાં આવેલા હતા અને આઠ પ્રસંગોએ પ્રત્યેક છ માસના સમયગાળા માટે તથા પાંચ પ્રસંગોએ પ્રત્યેક ત્રણ માસના સમયગાળા માટે લંબાવવામાં આવ્યા હતા. છેલ્લે 01 જૂન 2018 થી 31 ઓગસ્ટ 2018 સુધી ત્રણ માસના સમયગાળા માટે લંબાવવામાં અઆવેલ હતા. આ ડાયરેકશન્સ (નિર્દેશો), ભારતીય રિઝર્વ બેંકને બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ)ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં, 35A ની પેટા કલમ (1) અંતર્ગત મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવવામાં આવ્યા હતા. ડાયરેકશન્સ (નિર્દેશો)ની એક નકલ જાહેરજનતાના રસ ધરાવતા સભ્યોના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/533 |