<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે રૂપી કો. ઓપરેટીવ બેન્ક લિ. - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે રૂપી કો. ઓપરેટીવ બેન્ક લિ. પુણે ને આપેલા દિશાનિર્દેશ ની સમય મર્યાદા માં વધારો કર્યો
નવેમ્બર 30, 2018 ભારતીય રિઝર્વ બેંકે રૂપી કો. ઓપરેટીવ બેન્ક લિ. પુણે ને આપેલા દિશાનિર્દેશ ની સમય મર્યાદા માં વધારો કર્યો ભારતીય રિઝર્વ બેંકે દ્વારા (નવેમ્બર ૨૭, ૨૦૧૮ ના દિશાનિર્દેશ વડે) રૂપી કો. ઓપરેટીવ બેન્ક લિ. પુણે ને આપેલા દિશાનિર્દેશ ની સમય મર્યાદા માં વધુ ત્રણ મહિના માટે વધારો કર્યો છે, ડિસેમ્બર ૦૧, ૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૯. જે પુનર્રસમીક્ષા ને આધીન છે. મૂળ દિશાનિર્દેશ ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૩ થી ઓગસ્ટ ૨૧, ૨૦૧૩ સુધી લાદવામાં આવ્યા હતા અને તેની સમય મર્યાદામાં દરેક વખતે છ: મહિના લેખે આંઠ વખત અને ત્રણ મહિના ના સમય માટે છ: વખત વધારો કરવામાં આવ્યો હતો.. છેલ્લો સમય મર્યાદાનો વધારો ત્રણ મહિના માટે સેપ્ટેમ્બર ૦૧, ૨૦૧૮ થી નવેમ્બર ૩૦, ૨૦૧૮ સુધીનો હતો. દિશા નિર્દેશ, ભારતીય રિઝર્વ બેન્કને, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ ની કલમ ૩૫ એ ની પેટા કલમ (૧) અને ઉક્ત કાયદાની કલમ ૫૬ હેઠળ મળેલી સત્તાની રૂએ લાદવામાં આવ્યા હતા. નિર્દેશની એક પ્રતિ જાહેર જનતા માટે કે જેને રસ હોય માટે બેન્ક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ઉપર જણાવેલ દિશાનિર્દેશ ને લીધે કોઈ પણ કાળે એમ માની લેવાની જરૂર નથી કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કનું બેન્કિંગ લાયસન્સ રદ્દ કરવામાં આવેલ છે. જ્યાં સુધી બેન્કની નાણાકીય સ્થિતિ ન સુધરે ત્યાં સુધી બેન્ક પ્રતિબંધો સાથે બેન્કિંગ કાર્ય કરતી રહેશે. પરિસ્થિતિઓના આધારે ભારતીય રિઝર્વ બેન્ક દિશાનિર્દેશ માં ફેરફાર માટે વિચારણા કરી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1254 |