<font face="mangal" size="3px">ભારતીય રીઝર્વ બેંક શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટી - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રીઝર્વ બેંક શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશ તારીખ 31 ડીસેમ્બર 2016 સુધી લંબાવે છે.
તારીખ: 3 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ, મહારાષ્ટ્ર ને ભારતીય રીઝર્વ બેંકે, સમિક્ષાને આધીન, શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ (મહારાષ્ટ્ર) ને જારી કરેલ નિર્દેશો 30 સપ્ટેમ્બર 2016 ના કામકાજના અંત થી 31 ડીસેમ્બર 2016 સુધી વધુ ત્રણ માસના સમય માટે લંબાવેલા છે. બેંક 1 જૂલાઈ 2015 થી નિર્દેશો હેઠળ હતી. નિર્દેશો ને અગાઉ બે પ્રસંગોએ નવ માસ માટે લંબાવવામાં આવ્યા હતા. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ ભારતીય રીઝર્વ બેંક ને મળેલ સત્તા અંતર્ગત નિર્દેશો લાગુ કરવામાં આવ્યા હતા. જાહેરજનતાના રસ ધરાવતા સભ્યો ના અવલોકન માટે નિર્દેશોની એક નકલ બેંક મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા જારી કરેલ નિર્દેશોનું અર્થઘટન રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2016 – 2017/840 |