ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ ને આપેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: માર્ચ 02, 2017 ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ ને આપેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે શ્રી ભારતી કો ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ, ની નાણાંકીય સ્થિતિની સમિક્ષા કરી છે અને જાહેરજનતા ના હિતમાં અગાઉ તા. ઓગસ્ટ 24, 2016 થી જારી કરવમાં આવેલા નિર્દેશો ને લંબાવવાનું અને સુધારવનું જરૂરી લાગ્યું છે. તદનુસાર, બેંકિંગ રેગ્યુલશન એક્ટ 1949, (સહકારી મંડળીઓને લાગુ) ની કલમ 35A ની પેટા કલામ (1) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરીને આથી નિર્દેશ આપે છે કે શ્રી ભારથી કો ઓપેરાટિવ અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ, ને આપવામાં આવેલ નિર્દેશો કે જેની વૈધ્યતા ફેબ્રુઆરી 28, 2017 સુધી હતી તે વધારે 6 માસ માટે, માર્ચ 1, 2017 થી ઓગસ્ટ 31, 2017, સમિક્ષા ને આધીન, ચાલુ રહેશે. તદઅનુસાર, બેંકિંગ રેગ્યુલશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) અને (2) ને કલમ 56 સાથે વાંચતા, મળેલ સત્તા અંતર્ગત રિઝર્વ બેન્ક આથી નિર્દેશો આપે છે કે શ્રી ભારતી કો ઓપરેટિવે અર્બન બેન્ક લિમિટેડ, હૈદરાબાદ ને આ જારી કરવમાં આવેલ નિર્દેશો ના ફકરા નંબર (1) માં નીચે પ્રમાણે ફેરફાર કરવો, થાપણદાર દરેક બચત ખાતા / ચાલુ ખાતા / મુદતી થાપણ ખાતા કે અન્ય કોઈપણ થાપણ ખાતા (કોઈ પણ નામે ઓળખાતા હોય) માંથી ₹ 50,000/- (રૂપિયા પચાસ હજાર પૂરા) સુધીની રકમ, જો આવા થાપણદાર ની બેન્ક તરફ કોઈપણ પ્રકારની જવાબદારી, ઋણ લેનાર અથવા જામીન તારીકે હોય, જેમાં થાપણ સામે લીધેલ લોન નો સમાવેશ થાય છે, તો આ રકમ નું પ્રથમ આવા ઋણ ખાતા માં સમાયોજન કર્યા બાદ, ઉપાડવા દેવમાં આવે. અ સુધારેલા નિર્દેશ અનુસાર થાપણદારો ને ચૂકવવા ની થતી રકમ (ફંડ) બેન્ક જુદા “એસક્રો”ખાતા માં અથવા નિશ્ચિત સિક્યોરિટીઓ માં રાખે અને તેનો ઉપયોગ ફક્ત થાપણદારો ને ચુકવણી કરવા માટે કરશે. બેંકને મંજૂરી છે કે: i નીયમિત ખાતા અને કેશ ક્રેડિટ ખાતા ની લોનની હાલની લિમિટ (મર્યાદા) નું નવીનીકરણ, ડાયરેકટર સંબંધી લોન, જો હોયતો તે સીવાય. ii. બેંક ને ફિક્સ્ડ ડીપોઝીટ સામે લોનો નું સમાયોજન કરવા દેવા માં આવે છે, જો ઋણકર્તા સાથે ના લોન એગ્રીમેન્ટ ની શરતો માં જોગવાઈ હોય કે તેના ચોક્કસ ડીપોઝીટ ખાતા (કોઇપણ નામે ઓળખાતા) માં ની રકમ ને બેંક દ્વારા તેના લોન ખાતા માં સમાયોજન /વિનિયોજન કરવા દેવા માં આવે, તો નીચેની વધારાની શરતો ને અધીન લોન ખાતા ની બાકી નીકળતી રકમ સુધી આવું વિનિયોજન/ સમાયોજન કરી શકાશે: a. સમાયોજન ની તારીખે ખાતાઓ કે. વાય. સી. અનુપાલિત હોવા જોઈએ. b. ત્રાહિત વ્યક્તિ દ્વારા ધારણ કરાયેલ ડીપોઝીટ, જે ફક્ત જામીન આપનાર / ગેરંટી આપનાર સુધી મર્યાદિત નથી, ને સમાયોજનની મંજૂરી નથી. c. આ વિકલ્પ નો ઉપયોગ ડીપોઝીટર ને યોગ્ય સૂચના / ની સંમતિ હેઠળ સામાન્ય રીતે એવા કિસ્સાઓમાં કરવો જોઈએ કે જ્યાં સમાયોજનમાં વધુ વિલંબ લોન ખાતાને એન. પી. એ. બનાવવામાં પરિણામતો હોય. સ્ટાન્ડર્ડ લોન (નિયમિત લોન) ના સમાયોજન માટે અને લોન એગ્રીમેન્ટ ની શરતો માં કોઇપણ ફેરફારો માટે ડીપોઝીટર (ઋણકર્તા) ની પૂર્વ લેખિત સંમતિ આવશ્યક રહેશે. d. ડીપોઝીટ કે સમાયોજન કોઇપણ નિયંત્રણો ને અધીન ન હોવું જોઈએ જેવા કે કાયદાની અદાલત, કાનૂની સત્તા અથવા કાનૂન હેઠળ ની અન્ય કોઈ સત્તા નો અટેચમેન્ટ (જપ્તી) ઓર્ડર / પ્રતિબંધક આદેશ, અર્નેસ્ટ મની ડીપોઝીટ, ટ્રસ્ટ નું દાયિત્વ, ત્રાહિત વ્યક્તિનું લીયન, રાજ્ય સહકારી કાયદાની જોગવાઈ હેઠળ વગેરે. બાકીની શરતો અને નિયમો તા. ઓગસ્ટ 24, 2016 દ્વારા જણાવ્યા પ્રમાણે એજ રહેશે. નિર્દેશો ની વિગત રસ ધરવતી જાહેરજનતા ના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016/2017/2338 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: