આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છે
તારીખ: 06 નવેમ્બર 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 નવેમ્બર 2017 થી 06 માર્ચ 2018 સુધી વધુ ચાર માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 01 નવેમ્બર 2017 ના નિર્દેશ દ્વારા તેને આગળ 06 માર્ચ 2018 સુધી લંબાવવામાં આવેલ છે. તારીખ 01 નવેમ્બર 2017 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા નિર્દેશ ના સુધારા નું અર્થઘટન બેંક ની નાણાંકીય સ્થિતિમાં સુધારો અથવા બગાડ તરીકે ન કરવું જોઈએ. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અનિરુધ્ધ ડી. જાદવ પ્રેસ પ્રકાશન: 2017-2018/1251 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: